
શહેરા, પંચમહાલ જીલ્લા ખાણ-ખનિજ વિભાગ દ્વારા મોરવા(હ) અને શહેરા તાલુકામાં ગેરકાયદેસર રેતીની હેરાફેરી કરતાં એક ટ્રક અને બે ટ્રેકટર મળી 20 લાખના મુદ્દામાલ જ્પ્ત કરવામાં આવ્યો. કાર્યવાહી દરમિયાન બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા.
પંચમહાલ જીલ્લામાં ગેરકાયદેસર રેતીનું ખનન અને વહન ખનિજ માફિયાઓ દ્વારા કરવામાં આવતું હોય ત્યારે જીલ્લા ખાણ-ખનિજ વિભાગે આવી રેતી ખનન અને વહનની પ્રવૃતિને ડામવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગતરોજ ખાણ-ખનિજ વિભાગની ટીમે શહેરા તાલુકાના ડેમલી આંટા ગામે તેમજ મોરવા(હ)માં ચેકીંગ દરમિયાન બે ટ્રેકટર અને એક ટ્રક મળી 20 લાખ રૂપીયાના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા. ખાણ-ખનિજ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવેલ બે ટ્રેકટર અને એક ટ્રકને જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.