પાવાગઢ શકિતપીઠ ખાતે માતાજી નવિન શિખર મંદિર ખાતે વિશાળ સંત સંમેલન યોજયું

પાવાગઢ , પાવાગઢ શકિતપીઠ ખાતે માતાજીના નવિન શિખર મંદિરે આજરોજ પ્રથમ વખત વિશાળ સંત સંમેલન યોજવામાં આવ્યું. અખિલ ભારતીય સંત સમિતિ તેમજ વી.એચ.પી. ગુજરાતના આમંત્રણ કરેલ હતા. આ સંત સંમેલન કાર્યક્રમના યજમાન શ્રી કાલિકા માતાજી મંદિર પાવાગઢ યજમાન હતા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં સાક્ષી બનેલ સંતોનું સન્માન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું. 250 ઉપરાંત સંતો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. સંત સંમેલનમાં હાજર સંતો દ્વારા સાથે મળી ધ્વજારોહણ કર્યુ હતું. ત્યારબાદ પાવાગઢ ડુંગર ઉપર મંદિર ટ્રસ્ટ દ્વારા 51 શકિતપીઠના પરિક્રમા પંથની કામગીરી જે ચાલી રહી છે. તે 51 મંદિરોનો એક સાથે ભુમિ પૂજન હાજર સંતોના હસ્તે કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સંતો હાજર રહ્યા હતા.