
બાલાસિનોર,બાલાસિનોર ટાઉન પોલીસની માનવતા મહેકી ઉઠ્યો હોઈ તેવું નજરે આવી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં ધોરણ 10 – 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે બાલાસિનોરની ઓ. શેઠ હાઈ સ્કૂલમાં 12 આર્ટસની પરીક્ષા આપતી માલઈટાડીની સંજના નામની પરીક્ષાર્થીને અચાનક પેટમાં દુ:ખતા બાલાસિનોર પોલીસે દ્વારા તાત્કાલિક 108 બોલાવી શાળા પ્રશાસનની મદદ થી પરીક્ષાર્થીને હોસ્પિટલમાં સારવાર કરાવી સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પરત પહોચાડતા પરીક્ષાર્થીએ શાળા પ્રશાસન અને બાલાસિનોર પીઆઈ અંશુમાન નિનામા બાલાસિનોર ટાઉન પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને એક સુંદર ઉદાહરણ પૂરૂં પાડ્યું પોલીસ અને પબ્લિક વચ્ચેનો પ્રેમ જોવા મળ્યો.