જીલ્લાના 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 11 શહેરી આરોગ્ય કેન્દ્રમાં નેશનલ બર્થ ડિફેકટ અવેરનેશ માસની મીટીંગ યોજવામાં આવી

નડિયાદ, માર્ચ મહીનાને નેશનલ બર્થ ડિફેકટ (જન્મજાત ખામી) અવેરનેશ માસ તરીકે આરોગ્ય વિભાગ દ્વારા ઉજવવામાં આવે છે. ખેડા જીલ્લાના 54 પ્રા.આ.કે. અને 11 શહેરી આરોગ્ય કેન્દ્રમાં નેશનલ બર્થ ડિફેકટ અવેરનેશ માસની ઉજવણી બાબતે તાલુકા એસબીસીસી અને પીએચસી એસબીસીસી ટીમના સભ્યો દ્વારા મીટીંગ કરવામાં આવી હતી. આ મીટીંગમાં જીલ્લા એસબીસીસીના સભ્યોએ પણ અલગ અલગ તાલુકામા મુલાકાત લીધી હતી.

આ મીટીંગમાં બાળકોમાં જન્મજાત ખામીનું પ્રમાણ ઘટાડી શકાય અને જન્મજાત ખામીનું ત્વરીત તપાસણી કરી સારવાર થકી બાળકો તંદુરસ્ત જીવન જીવી શકે તે હેતુસર જન્મજાત ખામીમાં કપાયેલા હોઠ અને કપાયેલુ તાળવું સહિતની ખામીઓ થવાના કારણો, આરોગ્ય શિક્ષણ,નિશુલ્ક સારવાર અને ખામી અટકાવી શકાય તેવા ઉપાયો વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. ચાલુ માસમાં બર્થ ડિફેકટ અવેરનેશ ઉજવણી અંતર્ગત આશા અને પેરામેડીકલ સ્ટાફને માહીતગાર કરવામાં આવેલ. બાળકની જન્મજાત ખામીમાં ન્યુરલ ટયુબ ડિફેક્ટસ, કલેફટ લીપ અને પેલેટ, કલબ ફૂટ, ડેવલપમેન્ટ ડિસપ્લેસીયા ઓફ હીપ, જન્મજાત મોતિયો, જન્મજાત બધિરતા, જન્મજાત હદયના રોગ રેટીનોપેથી ઓફ પ્રિમેચ્યોરીટી, ડાઉન સિન્ડ્રોમ અને અન્ય કોઇ નોંધપાત્ર ખામીનો સમાવેશ થાય છે.

આ જન્મજાત ખામીઓની તપાસણી દરેક પ્રસુતિ સ્થળ (ડિલિવરી પોઇન્ટ-સરકારી અથવા ખાનગી) કે જયાં પ્રસુતિ થતી હોય ત્યાં શિશુની જન્મજાત ખામી માટે તપાસણી કરવામાં આવે છે અને જો કોઇપણ જન્મજાત ખામી જણાય તો તેની સારવાર સંપૂર્ણપણે વિના મૂલ્યે કરવામાં આવે છે. નોંધનીય છે કે, જન્મજાત હ્રદય રોગ /ખામીએ સૌથી સામાન્ય જન્મજાત ખામી છે. જે દર 1000 જીવંત જન્મતા 12 નવજાત શિશુઓમાં જોવા મળે છે. હદયની રચનામાં એક અથવા વધુ અસાધારણતા સાથે બાળક જન્મે છે. ગંભીર જન્મજાત હદયરોગ એ ગંભીર હદયની ખામી છે. જે દર 1000 જીવંત જન્મતા શિશુ માંથી 3 માં થાય છે. જેથી બાળપણના પ્રારંભિક તબકકે જ તપાસ અને સારવાર જરુરી છે.