ગોધરા,ગોધરા શ્રી કૃષ્ણ સ્વીટ માર્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓને કાયદેસર નિકળતી ગ્રેજ્યુઈટી સહિતના લાભો સંસ્થાએ નહિ ચુકવતા વકીલ દ્વારા નામદાર કંટ્રોલીંગ ઓથોરીટી ગોધરા સમક્ષ કેસ દાખલ કરેલ હતા. જે કેસ ચાલી જતાં વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી ગે્રજયુટીની રકમ વ્યાજ સાથે ચુકવી આપવા આદેશ કરવામાં આવ્યો.
ગોધરા શ્રીકૃષ્ણ સ્વીટ માર્ટ ફરજ બજાવતા કર્મચારીઓ ભુપેશકુમાર કનૈયાલાલ શાહ, કૌશિકકુમાર શાંતિલાલ શાહની તેમની કાયદેસરની નિકળતી ગ્રેજ્યુઈટી તેમજ અન્ય લાભો સંસ્થાએ નહિ ચુકવતા કર્મચારીઓ દ્વારા વકિલ પી.એ.શાહ મારફતે નામદાર કંટ્રોલીંગ ઓથોરીટી ગોધરા કેશ દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ મજુર કાયદાઓના ઉલ્લંધન બદલ સરકારી શ્રમ અધિકારી સમક્ષ ફરિયાદ કરેલ હતી. જે કેસ ચાલી જતાં વકીલ પી.એ.શાહની દલીલોને ધ્યાને લઈ શ્રીકૃષ્ણ સ્વીટ માર્ટ ગોધરાને કર્મચારીઓને ગ્રેજ્યુઈટી રકમ રૂા.1,52,308/- અને 76,154 અનુક્રમે 10 ટકા વ્યાજ સાથે 30 દિવસમાં ચુકવી આપવાનો હુકમ કરવામં આવ્યો. સાથે મજુર કાયદાઓના ઉલ્લંધન બદલ સરકારી શ્રમ અધિકારી દ્વારા લેબર કોર્ટમાં ગોધરા સંસ્થા માલિક સામે ક્રિમીનલ કેસ દાખલ કરવામાં આવ્યો.