કેન્દ્રની મોદી સરકારે સીએએ કાયદો લાગુ કરવાની જાહેરાત કરી છે.ભાજપના ૨૦૧૯ના મેનિફેસ્ટોનો અભિન્ન ભાગ હતો.

  • આનાથી પીડિત લોકોને ભારતમાં નાગરિક્તા મેળવવાનો માર્ગ મોકળો થશે.

નવીદિલ્હી, કેન્દ્રની મોદી સરકારે નાગરિક્તા સંશોધન કાયદા અંગે નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. લોક્સભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ મોટું પગલું ગણી શકાય. હવે ત્રણ પાડોશી દેશોના અલ્પસંખ્યકોને ભારતની નાગરિક્તા મળી શકશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયેલા ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવી પડશે. વાત જાણે એમ છે કે ૨૦૧૯ની લોક્સભા ચૂંટણી પહેલા ભાજપે સીએએને પોતાના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કર્યો હતો. પાર્ટીએ મોટો મુદ્દો બનાવ્યો હતો.સીએએ સંસદથી પસાર થયે આમ તો લગભગ પાંચ વર્ષ વીતી ચૂક્યા છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ૨૭ ડિસેમ્બરે કહ્યું હતું કે સીએએના અમલને કોઈ રોકી શકે નહીં કારણ કે તે દેશનો કાયદો છે. તેમણે પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. કોલકાતામાં ભાજપની બેઠકને સંબોધિત કરતી વખતે શાહે કહ્યું હતું કે સીએએ લાગુ કરવું એ પાર્ટીની પ્રતિબદ્ધતા છે. આ માટે એક પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેના દ્વારા નાગરિક્તા માટે અરજી કરી શકાય છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ માટેની તમામ ઔપચરિક્તાઓ પૂર્ણ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ’નાગરિક્તા સુધારા કાયદા’ નિયમોના અમલીકરણ અંગે, પહેલેથી જ કહી ચૂક્યા છે કે લોક્સભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થાય તે પહેલાં, ત્રણ દેશોના છ બિન-મુસ્લિમ સ્થળાંતર સમુદાયના લોકો ભારતીય નાગરિક્તા મેળવવાના અધિકારનો વિસ્તાર કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર,સીએએ નિયમો લાગુ કરવાની પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા, કેન્દ્રીય ગૃહ મંત્રાલયને નાગરિક્તા સંશોધન અધિનિયમ, ૨૦૧૯ માટે નિયમો ઘડવા માટે લોક્સભામાં ગૌણ કાયદા પરની સંસદીય સમિતિ તરફથી વધુ એક વિસ્તરણ મળ્યું હતું. અગાઉની સવસ એક્સટેન્શનની મુદત ૯ જાન્યુઆરીએ પૂરી થઈ હતી.સીએએના નિયમો તૈયાર કરવા માટે ગૃહ મંત્રાલયને સાતમી વખત એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. અગાઉ, ગૃહ મંત્રાલયને આ વિષય પર નિયમો બનાવવા અને લાગુ કરવા માટે રાજ્યસભામાંથી ૬ મહિનાનું વિસ્તરણ પણ મળ્યું હતું.

સીએએ નિયમો હેઠળ, અરજીઓ ઓનલાઈન પોર્ટલ દ્વારા આમંત્રિત કરવામાં આવશે. આ પ્રક્રિયાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. નાગરિક્તા સંશોધન કાયદાના નિયમો હેઠળ, ભારતના ત્રણ મુસ્લિમ પાડોશી દેશો, જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે, ના બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સ માટે ભારતીય નાગરિક્તા મેળવવાના નિયમો સરળ બનશે. આ છ સમુદાયોમાં હિન્દુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસીનો સમાવેશ થાય છે. નાગરિક્તા સંશોધન બિલ ૧૧ ડિસેમ્બર, ૨૦૧૯ ના રોજ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આ બિલને માત્ર એક દિવસ પછી રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ. ઝ્રછછ દ્વારા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લઘુમતીઓને ભારતીય નાગરિક્તા મેળવવી સરળ બનશે.

સીએએ પોતે જ, કોઈપણ વ્યક્તિને નાગરિક્તા આપતું નથી. આ દ્વારા, પાત્ર વ્યક્તિ અરજી કરવા માટે પાત્ર બને છે. આ કાયદો ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ અથવા તે પહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવેલા લોકો પર લાગુ થશે. આમાં, સ્થળાંતર કરનારાઓએ સાબિત કરવું પડશે કે તેઓ કયા સમયગાળા માટે ભારતમાં રહ્યા છે. તેઓએ એ પણ સાબિત કરવું પડશે કે તેઓ તેમના દેશોમાંથી ધામક ઉત્પીડનને કારણે ભારત આવ્યા છે. તેઓ એવી ભાષાઓ બોલે છે જે બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ છે. તેઓએ સિવિલ કોડ ૧૯૫૫ની ત્રીજી અનુસૂચિની જરૂરિયાતોને પણ પૂર્ણ કરવી પડશે. આ પછી જ સ્થળાંતર કરનારાઓ અરજી કરવા પાત્ર બનશે.

કોંગ્રેસે સીએએએ લાગુ કરવાના સમય પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું, “મોદી સરકારને ડિસેમ્બર ૨૦૧૯ માં સંસદ દ્વારા પસાર કરાયેલ નાગરિક્તા સંશોધન કાયદાના નિયમોને સૂચિત કરવામાં ચાર વર્ષ અને ત્રણ મહિના લાગ્યા. વડાપ્રધાન દાવો કરે છે કે તેમની સરકાર ખૂબ જ વ્યાવસાયિક રીતે અને સમયસર કામ કરે છે.

તેમણે કહ્યું, “સીએએના નિયમોને સૂચિત કરવામાં આટલો સમય લાગવો એ વડાપ્રધાનના સફેદ જૂઠાણાનું બીજું ઉદાહરણ છે. “નિયમોના નોટિફિકેશન માટે નવ એક્સટેન્શનની માંગણી કર્યા પછી, લોક્સભાની ચૂંટણી પહેલાનો સમય ઇરાદાપૂર્વક જાહેરાત કરવા માટે પસંદ કરવામાં આવ્યો છે.”

જયરામે કહ્યું, “આ સ્પષ્ટપણે આસામ અને બંગાળમાં ચૂંટણીના ધ્રુવીકરણ માટે કરવામાં આવ્યું છે. ચૂંટણી બોન્ડ કૌભાંડ પર સુપ્રીમ કોર્ટની કડક ઠપકો અને કડકાઈ બાદ હેડલાઈન્સને મેનેજ કરવાનો પ્રયાસ હોવાનું પણ જણાય છે.

પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ હવે આ મુદ્દો લોક્સભાની ચૂંટણી જીતવા માટે માત્ર મતો માટે ઉઠાવી રહી છે. ચૂંટણી નજીક આવતાં જ ભાજપે રાજકીય લાભ મેળવવા માટે ફરીથી સીએએનો મુદ્દો ઉઠાવ્યો છે. પરંતુ હું સ્પષ્ટ કરી દઉં કે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી બંગાળમાં આવું થવા દઈશ નહીં.

ભાજપના દિગ્ગજ મુસ્લિમ નેતા શાહનવાઝ હુસૈને તેને મોદી સરકારનો મોટો નિર્ણય ગણાવ્યો છે. શાહનવાઝ હુસૈને તેના પર લખ્યું હતું કે ધામક લઘુમતીઓને નાગરિક્તા આપો. આ સંપૂર્ણપણે ભારતના બિનસાંપ્રદાયિક ઓળખપત્ર સાથે સુસંગત છે.

આ અંગે શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે કહ્યું કે બધું હિન્દુ-મુસ્લિમ કરશે, ભારત અને બાંગ્લાદેશ કરશે. ભારત-પાકિસ્તાન કરશે, આ તેમની રમત છે. ૩૭૦ હટાવી, શું થયું, કાશ્મીરી પંડિતો આવ્યા છે? શું પોક આવી ગયું છે? ચીને લદ્દાખમાં પ્રવેશ કર્યો. તમે શું કર્યું ? હવે જ્યાં સુધી ચૂંટણી છે ત્યાં સુધી આ સીએએ ચાલશે.

સીએએ લાગુ થયા બાદ દિલ્હીના શાહીન બાગમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. શાહીન બાગમાં સુરક્ષા દળોએ લેગ માર્ચ કરી. દિલ્હીના ઘણા વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.આ ઉપરાંત ઉત્તરપ્રદેશ સહિત દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઇ છે.