ધારાસભ્ય પાડલીયાના વોટસએપ નંબર પરથી હાર્દિક પટેલનો જુનો વીડીયો વાયરલ થતા રાજકારણ ગરમાયું

ઉપલેટા,ઉપલેટાના વિવાદિત ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા સામે ખાસ કરી બંને તાલુકાના ગામડાઓમાં દિવસે દિવસે વિરોધ વધતો જાય છે એક વ્યક્તિએ પોતાનો વિડીયો વાયરલ કરી જ્ઞાતિના કામ કરવા છે વિકાસના કામ કરવા નથી કેમ કરી હૈયા વરાછાલવી હતી બીજા એક વિવાદિત વીડિયોમાં પાડેલીયા એ ટેલીફોનિક વાતચીતમાં એક આગેવાનને ધોરાજી ગ્રામ્યના રસ્તા બાબતે હું કોઈનો પટાવાળો નથી અને રસ્તા ક્યારે બનશે એ ખબર નથી આવું તોછડું વર્તન કરતા ભારે રોષ ઉભો થવા પામ્યો છે

એ પહેલા ધારાસભ્ય પાડલીયાના વોટએપ નંબર ઉપરથી હાર્દિક પટેલનો જુનો વિડીયો વાયરલ થયો છે પ્રિન્સિપાલ અને કુલપતિ દરજ્ના માણસનાં મોબાઇલ કંઈ રેઢા ન પડ્યાં હોય તે કોઈ અજાણ્યા માણસો તેમનો મોબાઈલ વાપરે આ તો તેમની ગેર માર્ગે દોરવાની વાત છે અને બાકી હતુ તે હવે ધોરાજીના ભોલ ગામડાની મહિલાઓ બિમાર રોડ રસ્તા બાબતે રસ્તા રોકો આંદોલન કરી ધારાસભ્ય સામે ઠાલવ્યો અને ધોરાજી થી પોલીસ દોડી આવી અને મહિલા ઓને સમજાવી રસ્તો ચાલુ કરાવ્ય ઉપરોક્ત બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઇએ એક નીવેદનમા જણાવેલ છે કે ધોરાજી ઉપલેટા તાલુકાના ગામડાઓમાં વર્તમાન ધારાસભ્યની નિષ્ક્રિયતા ને કારણે પીવાના પાણી રસ્તા સહિતના જરૂરી કામો થતા નથી

ધારાસભ્યને લોકો રજૂઆતો કરે પણ તેનો કોઈ ઉકેલ આવતો નથી દિવસે દિવસે ધારાસભ્ય સામે ખાસ કરી ગામડાઓમાં રોષ વધતો જાય છે ત્યારે તેના પડઘા આગામી લોક્સભાની ચૂંટણીમાં ચોક્કસ પડશે જાણવા મળ્યા મુજબ ગ્રામ્ય વિસ્તારના કેટલાક આગેવાનોએ રોડ રસ્તા પીવાના પાણી સહિતની જરૂરી બાબતે ધારાસભ્યના આવા વર્તન સામે ઠેઠ ગાંધીનગર સુધી રજૂઆતો કરેલ છે અને ગામડાના કેટલા આગેવાનોએ તેમના કામ બાબતે પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ ને પણ રજૂઆત કર્યાનું જાણવા મળેલ છે.