સુરતમાં રિક્ષાવાળાએ પોર્ન જોઈને સ્કૂલગર્લ પર રેપ કર્યો,રિક્ષાવાળાની ધરપકડ

સુરત, સ્કૂલ વાહનોમાં છોકરીઓને એકલી મોકલનાર વાલીઓ ચેતી જવા જેવું છે. સુરતમાં સ્કૂલગર્લ પર રેપની ઘટના સામે આવી છે. અઠવાલાઇન્સ વિસ્તારમાં ૧૧ વર્ષીય સ્કૂલની વિદ્યાથની પર સ્કૂલ ઓટોરિક્ષા ચાલકે બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે ૪૧ વર્ષીય વ્યક્તિની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીને પોતાના મોબાઈલ ફોન પર પોર્ન જોવાની લત લાગી ગઈ હતી અને આ પછી તે વિકૃત બની ગયો હતો અને શિકારની ફિરાકમાં હતો અને તેણે એક દિવસ લાગ શોધી લીધો.

૭ માર્ચના દિવસે આરોપી રિક્ષાવાળાએ છોકરીને તેના ઘેરથી બેસાડીને સ્કૂલ લઈ જવા નીકળ્યો હતો પરંતુ વચ્ચે હવસ ઉપડતાં તે રિક્ષાને અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો જ્યાં રિક્ષામાં જ છોકરી પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પીડિતાને ધમકી પણ આપી કે જો કોઈને કહીશે તો જીવતી સળગાવી દઈશ. તેમ છતાં પણ બાળકીની ચીસોથી દોડી આવીને લોકોએ તેને બચાવી હતી અને નરાધમને પકડીને પોલીસને સોંપ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ ગુનો કબૂલ્યો હતો. તેના પર પોક્સો એક્ટની અલગ અલગ કલમો ઉપરાંત રેપ, છેડતી, ધાકધમકી અને ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની સંબંધિત કલમોનો કેસ નોંધવામાં આવ્યો હતો.પોલીસે આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કરી ફોરેન્સિક પરીક્ષણ માટે મોકલી આપ્યો છે.

પોલીસે જણાવ્યું કે આ ઘટના પોર્નની લતને કારણે જ બની હતી. આરોપી રિક્ષાવાળો પોર્ન જોવાની આદતવાળો હતો અને તેને કારણે આ ઘટના બની હતી.

સુરતમાં મહિલા પતિથી છૂટછેડા લેવા મામલે વકીલના હવસનો શિકાર બની છે. એક મહિલા તેના પતિથી છૂટાછેડા ઈચ્છતી હતી, જેના કારણે તે મહિલાએ વકીલ આસ્તિક છાયાણીનું સંપર્ક કર્યો હતો. જો કે, આ નરાધમે વકીલ મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.