સુરત, ક્તારગામના બિલ્ડરને ધંધામાં ભાગીદાર એવા મામાના દિકરાએ ચાર કરોડનો ચૂનો ચોપડ્યો હોવાનો મામલો સામે આવ્યો છે.લાખાણી પિતા-પૂત્રોએ જમીન પચાવી, પેઢીના કરોડો રૂપિયા વ્યક્તિગત ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ઇકો સેલમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ક્તારગામ ગજેરા સર્કલ વિસ્તારમાં રહેતા બિલ્ડરે તેના ભાગીદાર એવા સગા મામાના દિકરા અને તેના બે પુત્ર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ક્તારગામ ખાતે મુકેલ પ્રોજેક્ટ પૈકી એક આખી બિલ્ડિંગની જગ્યા પચાવી પાડવા માટે ભાગીદારી પેઢીમાં થયેલા કરારમાં છેડછાડ કરી પોતાના નામે કરી લીધો હોવાનો આક્ષેપ કરાયો છે. આ ઉપરાંત પેઢીમાંથી રૂપિયા ૪.૦૪ કરોડ પોતાના તેમજ પરિવારના ખાતામાંટ્રાન્સફર કરી પોતાના અંગત કામોમાં વાપરી નાખ્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ ક્તારગામ ગજેરા સર્કલ મીનાક્ષી વાડી ખોડીયાર મંદિર પાસે ખોડીયાર પાર્ક રો-હાઉસમાં રહેતા મગનભાઈ વેલજીભાઈ દેસાઈએ તેના સગા મામાના દિકરા લાભુ ઘરમશી લખાણી, તેના દીકરા વિરેન્દ્ર અને મેહુલ સામે ફરિયાદ નોંધાવી હતી. મૂળ ભાવનગરના સનેસ ગામના વતની અને મગનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ લાભુ લાખાણી અને તેમના બે દિકરા સાથે પાર્ટનરમાં કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે.
એપ્રિલ ૨૦૧૦માં મેસર્સ લખાણી ઍન્ડ દેસાઈ ડેવલોપર્સ નામથી ભાગીદારી પેઢી બનાવી રિયલ એસ્ટેટ, જમીન લે-વેચ, તેમજ પ્રોજેક્ટ મુક્તા હતા. પેઢીનો તમામ વહીવટ બેક્ધ મારફતે કરવામાં આવતો હતો.મેસર્સ લખાણી એન્ડ દેસાઈ ડેવલોપર્સ ભાગીદારી પેઢીના નામે ક્તારગામ રેવન્યુ સર્વે નં ૭૮/૧ વાળી જમીન જેને ટીપી સ્ક્રીમ નં ૪૯ (ક્તારગામ) ફાયનલ પ્લોટ નં-૫૩ મુજબની કુલ ક્ષેત્રફળ ૧૧૩૦૦ ચોમી જમીન ખરીદવામાં આવી હતી. જમીન ઉપર ધ ઍટલાન્ટી નામથી એ થી ઈ સુધી ૧૨ માળની હાઈરાઈઝ બિલ્ડિંગ બાંધવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે પાલિકામાંથી પ્લાન પાસ કરાવવા સહિતની તમામ લીગલ પ્રોસીજર કરી બાંધકામ પણ શરૂ કરવામાં આવ્યું હતું.
લાભુ લાખાણી અને તેના બે દિકરા વિરેન્દ્ર અને મેહુલે વર્ષ ૨૦૧૯માં કૌભાંડ ચાર્યું હોવાનો આક્ષેપ થયો છે. બિલ્ડિંગ બનાવવાની હતી એ જમીન અને લેટના દસ્તાવેજ કરવા તેમજ અન્ય વહીવટી કામકાજ માટે મગનભાઈના દિકરા જીગર અને લાભુભાઇના દિકરા મેહુલને પાવર આપવા ભાગીદારી પેઢીમાં કરવામાં આવેલા ઠરાવમાં છેડછાડ કરાયો હતો. જમીન ઉપર પ્લિન્થ લેવલ સુધી બાંધકામ થયું હોવા છતાંયે જમીન ખુલ્લી બતાવી તેનો દસ્તાવેજ પોતાના નામે કરી લીધો હતો.
આ ઉપરાંત પિતા પૂત્રોએ લેટ બુકિંગ કહો કે વેચાણ દસ્તાવેજના આવેલા ૪,૦૪,૧૨,૧૨૨ રૂપિયા ભાગીદારી પેઢીમાં જમા કરાવવાના બદલે પોતાના તેમજ પરિવારના સભ્યોના નામે બેક્ધમાં એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. આ સાથે જ તેમણે રૂપિયા ભાગીદારી પેઢીમાં જમા કરાવ્યા હોવાની ખોટી નોંધો પાડી હતી. લખાણી પિતા-પુત્રએ ચાર કરોડ જેટલી રકમની ઉચાપત કરી ભાગીદારી પેઢીની ઉપરાંત મગનભાઈ દેસાઈ સાથે છેતરપિંડી કરી હોવાનું યાન પર આવતાં તેમણે પોલીસ ફરિયાદ નોદ્વધાવી હતી.આથક ગુના નિવારણ શાખાએ મગનભાઈ દેસાઈની ફરિયાદને આધારે તેના મામાના દિકરા લાભુભાઈ લખાણી અને તેના પુત્ર વિરેન્દ્ર અને મેહુલ સામે ઈકો સેલના ઇન્સ્પેક્ટર એચ. કે. સોલંકીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.