અટલ જે રીતે દિશા બદલી, મોદી પણ હારશે, દેશની સૌથી જૂની પાર્ટી ફરી સત્તામાં આવવા માટે ૨૦૦૪ના વિનિંગ ફોર્મ્યુલા પર કામ કરી રહી છે

  • લોકોએ કોંગ્રેસને નકારી કાઢી હતી પરંતુ ૨૦૦૪માં કોંગ્રેસ ફરી સત્તામાં આવી અને સરકાર બનાવી હતી.

નવીદિલ્હી, લોક્સભા ચૂંટણી ૨૦૨૪: લોક્સભા ચૂંટણી ૨૦૨૪માં વિપક્ષી પાર્ટી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના વિજયરથને રોકવાનો પ્રયાસ કરી રહી છે. જોકે આ હેતુ માટે રચાયેલા ઇન્ડિયા ગઠબંધનમાં કેટલાક રાજ્યોમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલા પર પહોંચી શકી નથી, પરંતુ સૌથી જૂના રાજકીય પક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તોડવાનો દાવો કર્યો છે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે જે રીતે ૨૦૦૪માં સોનિયા ગાંધીના વિનિંગ ફોર્મ્યુલા પર પાર્ટીએ જીત મેળવી હતી, તેવી જ રીતે કોંગ્રેસ આ વખતે પણ ચૂંટણી લડશે.તેમણે કહ્યું, “૨૦૦૪ની ચૂંટણી દરમિયાન સોનિયા ગાંધીએ અમને એક વાત કહી હતી કે તમારે લોક્સભાની ચૂંટણીને રાષ્ટ્રીય સ્તર પર નહીં પરંતુ એવી રીતે જોવી જોઈએ કે આ ચૂંટણીઓ તમામ રાજ્યોમાં થઈ રહી છે. ૨૯ રાજ્યો અને તેના પરિણામ લોક્સભાની ચૂંટણી આવશે અને તે સમયે પણ એવું જ થયું હતું, અમારી પાસે કોઈ ચહેરો નહોતો, કોઈ ચૂંટણી પ્રતીક નહોતું. ૨૦૦૪ પછી, અમને ૨૦૦૯માં ઉત્તર પ્રદેશમાં ૨૨ બેઠકો મળી.

વાસ્તવમાં વર્ષ ૨૦૦૪માં ભાજપનું ઈન્ડિયા શાઈનિંગ સ્લોગન ખરાબ રીતે નિષ્ફળ ગયું હતું અને કોંગ્રેસ ફરી સત્તામાં આવી હતી. કોંગ્રેસની આ જીત ભાજપ માટે મોટો ફટકો સાબિત થયો કારણ કે ૧૯૯૯માં જીત બાદ પાર્ટી ૫ વર્ષ સુધી કેન્દ્રમાં પહેલીવાર સત્તામાં હતી.

આ પહેલા પણ જયરામ રમેશે કહ્યું હતું કે, “૨૦૦૩માં અમે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. લોકોએ કોંગ્રેસને નકારી કાઢી હતી પરંતુ ૨૦૦૪માં કોંગ્રેસ ફરી સત્તામાં આવી અને સરકાર બનાવી. ઈતિહાસ ફરી એકવાર પુનરાવતત થશે.