કડીના રાજપુર-ઈન્દ્રાડ રોડ ઉપર હિટ એન્ડ રનનો બનાવ, બે યુવાનોના મોત

કડી, કડીના રાજપુર-ઈન્દ્રાડ રોડ ઉપર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. બેફામ ટેક્ધરચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક ઉપર બેઠેલા બે યુવાનો નીચે પટકાતા ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. ટેક્ધરચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા જીલ્લાના કડીના રાજપુર-ઈન્દ્રાડ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની છે. રસ્તા પર જઈ રહેલા બેફામ ટેક્ધરચાલકે બાઈકને જોરથી ટક્કર મારતા બાઈક ઉપર બેઠેલા બે યુવાનો નીચે પટકાયા હતા. બાઈક ઉપર ઉછળીને નીચે પટકાતા જ ઘટનાસ્થળે બંને યુવાનોનું મોત નિપજ્યું છે.

મળતી માહિતી મુજબ બંને યુવાનો નોકરીથી ઘરે પરત જઈ રહ્યા હતા દરમિયાન હિટ એન્ડ રનનો શિકાર થતાં બંને યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ટેક્ધર ચાલક અકસ્માત થતાં ફરાર થઈ ગયો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.