ખેડા, ખેડા જિલ્લાના વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં ચોરી થવાની ઘટના સામે આવી છે. ચોર ૭૦ લાખથી વધુના કોપર અને એલ્યુમિનિયમ રોલની ચોરી થવાની ઘટના સામે આવી છે. જો કે ચોરીનો આ માલ સહિત આરોપી ઝડપાઇ ગયા છે.
વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં સુરક્ષા પર સવાલો ઊભા થયા છે. થર્મલ પાવર સ્ટેશનમાં ગેટ નંબર ૮થી એક ટેમ્પો પ્રવેશ્યો હોવાનું સામે આવ્યુ છે. આ ટેમ્પોમાં આવેલા વ્યક્તિ ૭૦ લાખથી વધુના કોપર અને એલ્યુમિનિયમ રોલની ચોરી કરી ગયા હતા. ઘટના બાદ પ્લાન્ટના સિક્યોરીટી વિભાગે પીછો કરીને આ ટેમ્પોને ઝડપ્યો હતો. ચોરીના મુદ્દામાલ સહિતનો ટેમ્પો મેનપુર પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. સાથે જ ટેમ્પોમાં સવાર ક્લિનરને ઝડપી લેવામાં આવ્યો હતો.જો કે ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો.