અગ્નિ-૫નું પહેલું પરીક્ષણ સફળ, પીએમ મોદીએ ડીઆરડીઓને અભિનંદન આપ્યા

નવીદિલ્હી, ભારતે આજે મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ ટેકનોલોજી સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-૫ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ ડીઆરડીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ડીઆરડીઓએ તેને મિશન દિવ્ય નામ આપ્યું છે. આ પરીક્ષણ બાદ ભારત અલગ-અલગ વોરહેડ્સ સાથે અને અલગ-અલગ જગ્યાએ એક જ મિસાઈલનો ઉપયોગ કરી શકે છે. પીએમ મોદીએ ભારતની આ મોટી સફળતા પર ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, મિશન દિવ્ય માટે અમારા ડીઆરડીઓ વૈજ્ઞાનિકો પર ગર્વ છે. મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ ટેક્નોલોજી સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-૫ મિસાઈલનું પ્રથમ પરીક્ષણ સફળ રહ્યું છે. તમને જણાવી દઈએ કે અગ્નિ-૫ મિસાઈલના સફળ પરીક્ષણ બાદ હવે આખું પાકિસ્તાન અને ચીનની રાજધાની બેઈજિંગ પણ ભારતના નિયંત્રણમાં આવી ગયું છે.