લાલુના નજીકના સાથી સુભાષ યાદવ ૨૪ માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં

પટણા, રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના નજીકના સુભાષ યાદવને ૨૪ માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ૯ માર્ચની રાત્રે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમે ગેરકાયદે રેતી ખનન અને રેતીના વેચાણ સંબંધિત પીએમએલએ કેસમાં સુભાષ યાદવની ધરપકડ કરી હતી. ૯ માર્ચની સવારે ED ની ટીમે સુભાષ યાદવ અને તેના નજીકના સહયોગીઓ સાથે સંબંધિત લગભગ ૮ સ્થળો પર દરોડા પાડ્યા હતા.આ દરમિયાન સુભાષ યાદવના એક કર્મચારી અને નજીકના સહયોગીઓના પરિસરમાંથી લગભગ ૨.૩૭ કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. જ્યારે ઈડ્ઢની ટીમે તેનો હિસાબ માંગ્યો તો તે આપવામાં આવ્યો ન હતો. જે બાદ ટીમે તમામ રોકડ જપ્ત કરી લીધી હતી. પૂછપરછ બાદ ઈડીએ સુભાષ યાદવની ધરપકડ કરી હતી. કોર્ટમાં હાજર થયા બાદ સુભાષ યાદવને બેઉર જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. હવે તેને ૨૪ માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

વાસ્તવમાં, ઈડી ટીમને સુભાષ યાદવ વિરુદ્ધ ગેરકાયદેસર રેતીના વેપાર અને મની લોન્ડરિંગની ફરિયાદ મળી હતી. તપાસ બાદ ટીમે પટનાના દાનાપુર, તકિયા વિસ્તાર સહિત સુભાષ યાદવના આઠ સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન આટલી મોટી રોકડ જોઈને ઈડીની ટીમ સ્તબ્ધ થઈ ગઈ હતી. ટીમે રોકડ ગણવા માટે મશીન મંગાવવું પડ્યું.

રાજદએ ૨૦૧૯માં ઝારખંડના ચતરા લોક્સભા મતવિસ્તારમાંથી રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા સુભાષ યાદવને ટિકિટ આપી હતી. જો કે તે ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. અહીં ચૂંટણીના એક વર્ષ પહેલા એટલે કે ૨૦૧૮માં ઈક્ધમટેક્સે દિલ્હી, ધનબાદ અને પટના સહિત સુભાષ યાદવના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા.