હું રાજકારણથી સારી રીતે પરિચિત છું. મારા પિતા મુખ્યમંત્રી અને સ્વાતંત્ર્ય સેનાની હતા,કીર્તિ આઝાદ

કોલકતા, પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુસુફ પઠાણ અને ૧૯૮૩ વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય કીત આઝાદને આગામી લોક્સભા ચૂંટણી માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ દ્વારા તેમના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. એક તરફ ટિકિટ મળ્યા બાદ કીત આઝાદે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે. યુસુફે મમતાનો આભાર માન્યો છે.

ટિકિટ મળ્યા બાદ કીર્તિ આઝાદે કહ્યું, ‘હું રાજકારણથી સારી રીતે પરિચિત છું. મારા પિતા મુખ્યમંત્રી અને સ્વાતંત્ર્ય સેનાની હતા. હું પણ લાંબા સમયથી તેનો ભાગ રહ્યો છું. જો આપણે જોઈએ તો, લોકોની સમસ્યાઓ સાંભળવી, તેને સમજવી અને સંસદમાં ઉઠાવવી એ દરેકની ફરજ છે. અમે આ સાથે આગળ વધીશું.

ભાજપ પર આઝાદે કહ્યું, ‘તમે બોલ રમો છો, બોલર નહીં અને આ સમયે અમારા માટે બોલ ભાજપ છે. ભાજપ આપણી સામે છે અને આપણે તેને હરાવવાની છે. ટિકિટ મળ્યા બાદ યુસુફે ટ્વીટમાં લખ્યું કે, ‘મને ટીએમસી પરિવારમાં સામેલ કરવા અને મારામાં વિશ્ર્વાસ વ્યક્ત કરવા બદલ હું મમતા બેનર્જીનો આભારી છું કે હું સંસદમાં લોકોનો અવાજ બની શકીશ. જનપ્રતિનિધિ હોવાના નાતે મારી ફરજ ગરીબો અને વંચિતોનો ઉત્થાન કરવાની છે. હું તે કરવાની આશા રાખું છું.

જણાવી દઈએ કે યુસુફને બહેરામપુરથી ટિકિટ આપવામાં આવી છે. તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરી સામે ચૂંટણી લડશે. જો કે કોંગ્રેસે આ બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરી નથી. અધીર રંજન આ બેઠક પરથી વર્તમાન સાંસદ છે. ભારતીય જનતા પાર્ટી આ સીટ માટે બેરહામપુરથી ડો. નિર્મલ કુમાર સાહાનું નામ પહેલાથી જ ફાઈનલ કરી ચૂકી છે.

કીર્તિ આઝાદને બર્ધમાન દુર્ગાપુર બેઠક પરથી ટિકિટ મળી છે. હાલમાં આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના એસએસ અહલુવાલિયા સાંસદ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા આ બેઠક માટેના ઉમેદવારનું નામ નક્કી કરવામાં આવ્યું નથી.