ગોધરા લીલેસરા બાયપાસ ચોકડી સારંગપુર ખાતે રૂના કારખાનામાં આગ લાગતાં ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો

ગોધરા,શહેરના વડોદરા હાઇવે માર્ગ પાસે આવેલ લીલેશરા બાયપાસ ચોકડી સારંગપુર નજીક એક રૂ ના કારખાનામાં શોર્ટ સર્કિટ ના કારણે આગ ભભૂકી ઉઠતાં અફડા તફડી મચી જવા પામી હતી. જેના કારણે કારખાના ના માલિકે તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી રૂ ના કારખાનામાં માં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા આવી હતી.

ગોધરા શહેરના વડોદરા હાઇવે માર્ગ પાસે આવેલ લીલેશરા બાયપાસ ચોકડી સારંગપુર નજીક રોયલ ફોર્મ એન્ડ ફનીચર નામના એક રૂ ના કારખાનામાં આજરોજ બપોરના સુમારે એકાએક શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હતી. જેના કારણે આજુબાજુમાં અફડા તફડી મચી જવા પામી હતી. જેથી રોયલ ફોર્મ એન્ડ ફનીચર ના માલિકે તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર બ્રિગેડ ના જવાન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને રૂ ના કારખાનામાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા આવી હતી.જ્યારે આગ લાગવાના બનાવમાં કેટલું નુકશાન થયુ છે, તે હજુ સુધી જાણવા મળેલ નથી.