એકલ અભિયાન અંચલ સમિતિ દાહોદ દ્વારા દે.બારીયા સંચના આચાર્ય ભાઈ-બહેનો અને ગામના પ્રમુખઓની ચિંતન બેઠક યોજાઈ

દાહોદ, એકલ અભિયાન અંચલ સમિતિ દાહોદ દ્વારા દેવગઢ બારીયા સંચના આચાર્ય ભાઈ બહેનો અને ગામના પ્રમુખઓની સંગઠનનાત્મક, માર્ગદર્શક અને શિક્ષણની સાથે આરોગ્ય, વિકાસ, જાગરણ, સંસ્કાર જેવી પંચમુખી શિક્ષાના એકલ અભિયાનના કાર્ય માટે એક બેઠક સંરક્ષક પ.પૂજ્ય આચાર્ય રશ્મી ગુરૂજી એન. ભટ્ટ , નિજાનંદ નટવર ધામ, કૃષ્ણ પ્રણામી સેવા સંસ્થાન જાબુઆ દાહોદના અધ્યક્ષ સ્થાને કબીર મંદિર દેવગઢ બારિયા ખાતે આજરોજ યોજાઈ હતી. જેમાં મતનભાઈ કટારા, ભાગ અભિયાન પ્રમુખ એકલ અભિયાન ઉત્તર ગુજરાત ભાગ તથા મેહુલભાઈ કટારા અધ્યક્ષ એકલ અભિયાન ઉ.ગુ. ભાગ જ્યારે આર્શીવચન મહંત રાજેન્દ્ર દાસજી , કબીર મંદિર દેવગઢ બારીયા અને ડો. ગિરીશભાઈ નળવાયા અધ્યક્ષ એકલ અભિયાન દાહોદ સંકુલ સમિતિ અને ચિત્રકૂટ એવોર્ડી કિરણસિંહ ચાવડાની ખાસ ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી.

ડો .ગીરીશભાઈ નળવાયાએ ઉપસ્થિત તમામ મહાનુભવોનો પરિચય કરાવ્યો હતો. આશીવચન અધ્યક્ષ સ્થાનેથી પ. પૂ્.રશ્મી ગુરૂજીએ આપ્યા હતા. એકલ અભિયાનની સમજ મતનભાઈ કટારા એ આપી હતી. પ્રાસંગિક પ્રવચન મેહુલભાઈ કટારા કર્યું હતું. મહંત રાજેન્દ્ર દાસજીએ આશીર્વાદ આપ્યા હતા. આભાર વિધિ અને એકલ વિદ્યાલય અંગેની સમજ ડો. ગીરીશભાઈ એ આપી હતી. દેવગઢ બારિયા સંકુલના પ્રવીણભાઈ પટેલને જવાબ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરણસિંહ ચાવડાએ કર્યું હતું. ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.