દાહોદ, ગાંધીનગર જીલ્લાના ડભોડા વિસ્તારમાં દંપતિને બંધક બનાવી માર મારી ધાડપાડુઓએ સોના-ચાંદીના દાગીના, રોકડા રૂપીયા રૂપીયા મળી કુલ રૂા.2,75,350નો મુદ્દામાલની સનસનાટી ભરી લુંટના બનાવમાં દાહોદ એલ.સી.બી. પોલીસે આ ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોની દાહોદ તાલુકાના નસીરપુર ગામેથી ઝડપી પાડી તેઓની પાસેથી લુંટની રકમ કબજે કર્યાનું જ્યારે ઝડપાયેલ બે ઈસમો દ્વારા ગાંધીનગરની સાથે સાથે દાહોદ શહેર, વડોદરા, પાટણ, પંચમહાલ, મહેસાણા, લીમડી સહિત વિસ્તારોમાં પણ લુંટ, ચોરી તેમજ ધાડના ગુન્હાઓને અંજામ આપ્યાંનું જાણવા મળે છે.
દાહોદ જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, જુગારના અડ્ડાઓ ઉપર રેડ પાડવા, અસામાજીક તત્વોને ઝડપી પાડવા સહિત વિવિધ ગુન્હાઓમાં સામેલ આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ દાહોદ તાલુકાના નસીરપુર ગામે દરગાહની સામે રસ્તા ઉપર બે ઈસમો શંકાસ્પદ મુદ્દામાલ સાથે ઉભેલા હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને બંન્ને ઈસમોની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં બંન્ને ઈસમો જેમાં વિનોદભાઈ લાલાભાઈ ભાભોર (રહે. માતવા, મકોડીયા ફળિયું, તા. ગરબાડા, જી. દાહોદ) અને જેશનભાઈ ઉર્ફે મુકેશભાઈ નાગજીભાઈ ઉર્ફે નગજી ડામોર (રહે. છરછોડા, વેડ ફળિયું, તા. ગરબાડા, જી. દાહોદ) નાઓને પોલીસ મથકે લાવી બંન્નેની સઘન પુછપરછ કરતાં તેઓની પાસે રહેલ રૂા.2,75,350ની કિંમતના સોના-ચાંદીના દાગીના, રોકડા રૂપીયા તથા અન્ય મુદ્દામાલની ગાંધીનગર જીલ્લાના ડભોડા વિસ્તારમાં એક દંપતિને બંધક બનાવી માર મારી ધાડ પાડી લુંટી લીધાં હોવાનું પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. આ ઉપરાંત ઉપરોક્ત બંન્ને ઈસમો દ્વારા ગાંધીનગરની સાથે સાથે દાહોદ શહેર, વડોદરા શહેર, પાટણ, પંચમહાલ, મહેસાણા અને લીમડીમાં ચોરી, લુંટ, ધાડના ગુન્હાને પણ અંજામ આપ્યો હોવાનું પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. પોલીસે ઉપરોક્ત ઝડપાયેલ બંન્ને ઈસમો પાસેથી બેગમાંથી સોનાની વીંટી, સોનાની ચેઈન, ચાંદીના છડા, ચાંદીની લકી, લોખંડનો સળીયો, બેગ, મોબાઈલ, ચાર્જર તેમજ રોકડા રૂપીયા 22,500 મળી કુલ રૂા.2,75,350નો મુદ્દામાલ કબેજ કરી આ સંબંધે પોલીસે ગુનો નોંધી નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.