લુણાવાડા ખાતે પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને ભાજપ સંગઠનની બેઠક યોજાઇ

લુણાવાડા, આગામી સમયમાં આવનાર લોકસભાની ચુંટણીને લઈને ભાજપ દ્વારા ફરી એકવાર ગુજરાતની તમામ 26 બેઠક જીતવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા મહીસાગર જીલ્લા પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડ આજરોજ મહીસાગર જીલ્લામા આવતી વિધાનસભા બેઠકો પર જીલ્લાના ભાજપના સંગઠનના હોદેદારો સાથે લુણાવાડા બેતાલીસ પાટીદાર સમાજઘર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી અને વિધાનસભા બેઠક વિસ્તારની મુલાકાત લઈને પંચમહાલ લોકસભા બેઠક ફરી એકવાર જીતવા આહવાન કરવામાં આવ્યું હતું. મહીસાગર જીલ્લા પ્રભારી મંત્રીના આ પ્રવાસ દરમિયાન જીલ્લા બેઠકમાં પ્રભારી કનુભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા, જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, મહામંત્રી રાવજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યો જીગ્નેશ સેવક, કાળુભાઈ માલીવાડ, હિરાભાઈ પટેલ, રાષ્ટ્રીય પરિષદ સભ્ય મુળજીભાઈ રાણા, પૂર્વ પ્રમુખ જેપી પટેલ, જીલ્લાના હોદ્દેદારો, વિવિધ મંડળ મોરચા સેલના અપેક્ષિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.