યુપીમાં યોગીના રાજમાં પાંચ ધારાસભ્યોને પોતાનું સભ્ય પદ ગુમાવવું પડયું.

લખનૌ
ઉત્તરપ્રદેશની રાજનીતિમાં મુસ્લિમ ચહેરો મનાતા આઝમ ખાનનું વિધાનસભાનું સભ્ય પદ રદ કરવામાં આવ્યું છે.ગત સાડા પાંચ વર્ષમાં યુપીમાં પાંચ ધારાસભ્યોનું સભ્ય પદ રદ કરવામાં આવ્યું છે.વર્ષ ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાના કેસમાં એમપી એમએલએ કોર્ટે આઝમ ખાનને દોષિત ઠેરવ્યાના ૨૪ કલાકની અંદર તેમનું સભ્ય પદ રદ કરી દેવામાં આવ્યું હતું આવામાં સવાલ ઉઠે છે કે જે ઝડપથી આઝમ ખાન પર પગલા ઉઠાવવામાં આવ્યા તેવા ઝડપથી ભાજપ નેતાઓ સામે પગલા કેમ ઉઠાવવામાં આવ્યા નહી.

રાજયમાં યોગી આદિત્યનાથ સરકારના પહેલા કાર્યકાળમાં ચાર ધારાસભ્યોનું સભ્ય પદ રદ થયું છે જયારે બીજા કાર્યકાળમાં આઝમ ખાનને પોતાનું સભ્ય પદ ગુમાવવું પડયુ છે.આઝમ ખાનના પુત્ર સપા ધારાસભ્ય અબ્દુલ્લા આઝમ ઉપરાંત ભાજપના ધારાસભ્ય રહેલ અશોક ચંદેલ,કુલદીપ સિંહ સેંગર અને ઇદ્ર તિવારી ઉર્ફે ખબ્બુ તિવારીને કોર્ટથી સજા થયા બાદ ધારાસભ્યનું પદ ગુમાવવું પડયુ છે આ રીતે સપાના બે ધારાસભ્યોનું સભ્ય પદ રદ થયું છે તો ભાજપના ત્રણ ધારાસભ્યોએ પોતાનું સભ્ય પદ ગુમાવ્યું છે.

જો કે ઉત્તરપ્રદેશ જ નહીં પરંતુ દેશના રાજકારણમાં આઝમ ખાન પહેલા સભ્ય છે જયાં તેમને અને તેમના પુત્રને અલગ અલગ કારણોને કારણે સભ્ય પદ ગુમાવવું પડયું છે. અબ્દુલ્લા આઝમનું વિધાનસભાનું સભ્ય પદ વર્ષ ૨૦૧૭ની ચુંટણીમાં ઉમેદવારીપત્રકમાં નકલી જન્મ પ્રમાણપત્ર લગાવવા પર ગયું હતું ડિસેમ્બર ૨૦૧૯માં કોર્ટે લોકપ્રતિનિધિ અધિનિયમ હેઠળ તેમનું ચુંટણી શૂન્ય જાહેર કરતા અબ્દુલ્લાનું સભ્ય પદ રદ કરી દેવામાં આવ્યું હતું જયારે રામપુર બેઠકથી ૧૦મી વાર ધારાસભ્ય બનેલ આઝમ ખાનને હેટ સ્પીચ મામલે સભ્ય પદ ગુમાવવું પડયું છે. એમપી એમએલએ કોર્ટનો નિર્ણય આવ્યાના ૨૪ કલાકમાં જ અયક્ષ સતીશ મહાનાએ તેમનું સભ્ય પદ રદ કરી દીધુ હતું.

યોગી સરકારના પહેલા કાર્યકાળમાં ભાજપના ત્રણ ધારાભ્યોને સભ્ય પદ ગુમાવવું પડયુ હતું વર્ષ ૨૦૧૯માં હમીરપુરથી ભાજપના ધારાસભ્ય રહેલ અશોકકુમાર સિંહ ચંદેલને હત્યાના મામલામાં ઉમ્રકેદની સજા થતા તેમને પદ ગુમાવવુ પડયુ હતું ઉન્નાવની બાંગરમઉ બેઠકના ભાજપના ધારાસભ્ય રહેલ કુલદીપ સ્ોંગલને કોર્ટના નિર્ણય બાદ સભ્ય પદ ગુમાવવું પડયું હતું કોર્ટનો નિર્ણય આપ્યા બાદ પાંચ દિવસમાં ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ અયક્ષે તેમનું સભ્ય પદ રદ કર્યું હતું. આવી જ રીતે નકલી માર્કશીટના મામલામાં ગોસાઇગંજ બેઠક પરના ભાજપના ધારાસભ્ય રહેલ ઇદ્ર પ્રતાપનું સભ્ય પદ ૯ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ રદ કરવામાં આવ્યું હતું.

એ યાદ રહે કે ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકાર આવ્યા બાદ આઝમ ખાનની વિરૂધ અનેક કેસો લગાવવામાં આવ્યા હતાં ૨૦૧૭ પહેલા તેમના પર ફકત એક કેસ નોંધાયો હતો જયારે ત્યારબાદથી ૧૦૦થી વધુ કેસ દાખલ કરવામાં આવ્યા હતાં તેઓ ૨૬ મહીના જેલમાં રહ્યાં હતાં આઝમ ખાને ૨૦૨૨ની ચુંટણીમાં રામપુર બેઠક પરથી જીત હાંસલ કરી હતી પરંતુ ૧૮મી વિધાનસભામાં એકવાર પણ ગૃહમાં ગયા ન હતાં અને ન તો ધારાસભ્ય નિધિના પૈસા ખર્ચ કર્યા હતાં આ રીતે આઝમ ખાનનું સભ્ય પદ રદ થઇ ગયું હતું.