જીએફએલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024ની ઉજવણી

ધોધંબા, જીએફએલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રણજીતનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રણજીતનગર ગામની મહિલાઓ તેમજ રણજીતનગર હેંડીક્રાફ્ટ ની મહિલાઓ અને જીએફએલ કંપનીના મહિલા ક્ર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની આ વર્ષની થીમ મહિલાઓની પ્રગતિને વેગ આપવો તે વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ગામની મહિલાઓને ભારતના પહેલા મહિલા આઇપીએસ અધિકારી ડો. કિરણ બેદી સાથે ઓનલાઈન વાતચીત કરવાની તક આપવામાં આવી હતી. રણજીતનગર હેંડીક્રાફ્ટ સેન્ટરની મહિલાઓ એ પોતાના અનુભવો જણાવ્યા હતા. આ ઉપરાંત રણજીતનગર હેંડીક્રાફ્ટ માં આખા વર્ષ દરમિયાન સૌથી વધુ અને સારૂં ઉત્પાદન કરનાર મહિલા કારીગર ને સન્માનીત કરવામાં આવ્યા હતા. આ સાથે વિવિધ રમત રમાડી ને મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી . આ કાર્યક્રમ માં ગામની કુલ 120 થી વધુ મહિલાઓ એ ભાગ લીધો હતો.

જીએફએલ દ્વારા મહિલા સશક્તિકરણના ભાગ રૂપે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે તેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમકે કૃષિ ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધે તે માટે તેમણે કૃષિ ઉધ્યોગ વિષેતાલીમ આપવામાં આવે છે. પશુ પાલન ક્ષેત્રે તેમણે આગળ લાવવા માટે પશુ ચિકિત્સા કેમ્પ અને લાભદાયી પશુપાલન ઉધ્યોગ વિષે તાલીમ આપવામાં આવે છે. મહિલાઓ ને સતત અને ટકાઉ આજીવિકા મળે તે માટે જીએફએલ દ્વારા રણજીતનગર ખાતે રણજીતનગર હેંડીક્રાફ્ટની શરૂઆત કરવામાં આવેલ છે. જ્યાં બહેનો ને નિશુલ્ક સીવણ ની તાલીમ આપી તેઓને જૂટબેગ, સોયા મિણબત્તી, રાખડી બનાવવાનું જેવા કામ આપવામાં આવે છે. જેના થકી બહેનો મહિને ચાર હજાર થી દસ હજાર રૂપિયા સુધી કમાય છે.