ગોધરા,ગોધરા તાલુકાના ભેખડિયામાં આવેલા ઠાગાવાડા ફળિયા જવાના માર્ગ પાસે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા મેડિમલ વેસ્ટનો જથ્થો નાંખી દેવાયેલો જોવા મળ્યો હતો.
મેડિકલ વેસ્ટમાં ઈન્જેકશન, મેડિકલ ડ્રેસિંગનો વેસ્ટ, સીરીંઝ અને દવાના ખાલી બોટલના ઢગલા જોવા મળ્યા હતા. પશુઓ મેડિમલ વેસ્ટ ખાવાની શકયતાઓને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. કોઈ અજાણ્યા ઈસમો દ્વારા આ વિસ્તારમાં મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો હોવાનુ અનુમાન લગાવાઈ રહ્યુ છે. ગ્રામ વિસ્તારોમાં રહેતા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા ઈસમો સામે પગલા ભરવાની માંગ ઉઠવા પામી છે.