મલેકપુર,આગામી લોકસભાની ચુંટણીને લઈ લુણાવાડા ટાઉન વિસ્તારમાં પોલીસ અને સીઆરપીએફ જવાનો દ્વારા ફલેગ માર્ચ યોજાઈ હતી. આગામી સમયમાં લોકસભાની ચુંટણી યોજાનાર છે. જેની તારીખો હવે આગામી સમયમાં જાહેર થશે.ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સતર્કતા રાખી જાહેર સ્થળ અને રહેણાંક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામા આવી રહ્યુ છે.
મહિસાગર જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા અને પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લુણાવાડા ખાતે ફલેગ માર્ચનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જિલ્લા મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતે આગામી લોકસભાની ચુંટણી અનુલક્ષીને ફલેગ માર્ચનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સીઆરપીએફ જવાનોને સાથે રાખી ટાઉન પીઆઈ કે.કે.ડિંડોર સહિત પોલીસ સ્ટાના માણસો શહેરના વિવિધ વિસ્તારોમાં ફલેગ માર્ચ યોજી હતી. શહેરના આંબેડકર ચોક બ્રાન્ચ શાળા 4 થી શરૂ થયેલ આ ફલેગમાર્ચ આરામપુરા, મધવાસ દરવાજા, ગોળ બજાર, માંડવી બજાર, સુથારવાડ, સોનીવાડ, નગરપાલિકા વિસ્તાર, દરકોલી દરવાજા, સુપર માર્કેટ બસ સ્ટેશન વિસ્તાર થઈ પરત મહિલા પોલીસ સ્ટેશન આવીને સંપન્ન થઈ હતી.