હાલોલ, પાવાગઢ શક્તિપીઠ ખાતે માતાજીના નવીન શિખર મંદિર પર વડાપ્રધાનના ઘ્વજારોહણ કાર્યક્રમ બાદ 12 માર્ચે પ્રથમ વખત વિશાળ સંત સંમેલનનુ આયોજન કર્યુ છે. અખિલ ભારતીય સંત સમિતિ તેમજ વિહિપ ગુજરાતના આમંત્રણ કરેલ છે. શ્રી કાલિકા માતાજી મંદિર પાવાગઢ આ કાર્યક્રમનુ યજમાન છે. 22 જાન્યુઆરીના રોજ અયોઘ્યા મુકામે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં સાક્ષી બનેલા સંતોનુ સન્માન મંદિર ટ્રસ્ટ દ્વારા કરાશે.સંમેલનમાં ફકત અયોઘ્યામાં જે હાજર સંતો હતા એ જ અપેક્ષિત રહેશે.આશરે 250 થી વધારે સંતો સંમેલનમાં ઉપસ્થિત રહેશે.સાંજે 3.30 કલાકે સોૈ સંતો સાથે મળી ઘ્વજારોહણ કરશે. ત્યારબાદ પાવાગઢ પર્વત ઉપર મંદિર ટ્રસ્ટ દ્વારા 51 શક્તિપીઠનો પરીક્રમા પથની કામગીરી પ્રગતિ પર છે. તે 51 મંદિરોનો એકસાથે ભુમિપુજન હાજર પુજનીય સંતોના હસ્તે થશે.કાર્યક્રમની અન્ય માહિતી આ કાર્યક્રમના અઘ્યક્ષ પરમ પુજય સંત શ્રી અવિચલદાસજી દ્વારા આપશે. કાર્યક્રમની સુચિ મુજબ અયોઘ્યા ખાતે શ્રીરામ જન્મ ભુમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેલ સંતો મહાત્માશ્રીઓ જ કાર્યક્રમમાં અપેક્ષિત રહેશે.કાર્યક્રમની પ્રસ્થાવના શ્રી પ.પુ.સપ્તમ કુવેરાચાર્ય જગદગુરૂ, શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજશ્રી સારસા રાષ્ટ્રિય અઘ્યક્ષી અખિલ ભારતીય સંત સમિતિ, મુખ્ય વકતા પ.પુ.દંડી સ્વામીશ્રી જીતેન્દ્રાનંદ સરસ્વતીજી મહામંત્રી શ્રી અખિલ ભારતીય સંત સમિતિ જયારે અતિથિ વિશેષ તરીકે અશોક તિવારી કેન્દ્રિય ધર્માચાર્ય પ્રમુખ વિશ્ર્વ હિન્દુ પરીષદ દિલ્હી હાજરી આપશેનુ જાણવા મળેલ છે.