અમે સ્થાનિક રાજકારણમાં હસ્તક્ષેપ કરતા નથી , આઇએમએફએ ઈમરાન ખાનની ઓડિટની માંગને નકારી દીધી

ઇસ્લામાબાદ,પાકિસ્તાનની રાજનીતિમાં સત્તા માટેનો સંઘર્ષ હજુ પણ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને અમેરિકાથી લઈને આઇએમએફ સુધી ચૂંટણીમાં ધાંધલધમાલની ફરિયાદ કરી હતી. દરમિયાન, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડએ જેલમાં બંધ ખાનની વિનંતીને ફગાવી દીધી હતી. ખાને આરોપ લગાવ્યો હતો કે સામાન્ય ચૂંટણીમાં ધાંધલ ધમાલ કરવામાં આવી હતી અને નાણાકીય સહાય આપતા પહેલા ઓડિટ કરાવવું જોઈએ, જેથી સહાયની રકમનો વ્યક્તિગત લાભ માટે દુરુપયોગ ન થાય. તેમણે આઇએમએફને ઇસ્લામાબાદ સાથે કોઈ નવો સોદો કરતા પહેલા ચૂંટણી પરિણામોની સંપૂર્ણ તપાસ કરવા વિનંતી કરી હતી.

આઇએમએફના પ્રવક્તાએ શુક્રવારે કહ્યું કે અમને ખાન દ્વારા મોકલવામાં આવેલ પત્ર મળ્યો છે પરંતુ ચૂંટણી ઓડિટની માંગને ફગાવી દેવામાં આવી છે.આઇએમએફના સંચાર વિભાગના નિર્દેશક જુલી કોઝાકે જણાવ્યું હતું કે આઇએમએફ સ્થાનિક રાજકારણમાં હસ્તક્ષેપ કરતું નથી. આથક સ્થિરતા સહિતની તમામ સમસ્યાઓને યાનમાં રાખીને અમે આશા રાખીએ છીએ કે તમામ ચૂંટણી વિવાદો નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકાય. પાકિસ્તાન સાથેનો અમારો સંબંધ નાણાકીય સહાય પૂરી પાડવા અને સર્વસમાવેશક વૃદ્ધિ પુન:સ્થાપિત કરવા માટે મજબૂત નીતિઓ લાગુ કરવા પર કેન્દ્રિત છે. અમે ખાનગી વ્યવસાયો માટે એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ બનાવવા, ઉર્જા ક્ષેત્રની સદ્ધરતા પુન:સ્થાપિત કરવા, રોકાણ અને રોજગારીનું સર્જન કરવા માટે કામ કરી રહ્યા છીએ, જ્યારે નાણાકીય સહાય દ્વારા પાકિસ્તાનમાં નબળા લોકોને સશક્તિકરણ કરી રહ્યા છીએ.

કોઝાકે કહ્યું કે આઇએમએફ નવી કેબિનેટની રચના પછી તરત જ સ્ટેન્ડ-બાયની બીજી સમીક્ષા માટે એક મિશન ગોઠવવા માટે તૈયાર છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નવી સરકાર ચૂકવણીના સંતુલન મુદ્દાને ઉકેલવા માટે આઇએમએફ પાસેથી લગભગ બિલિયનની નવી લોન માંગશે.