સંજેલી,
વાંસીયા ખાતે ગમન ગુરૂજીની વાડીમાં 3 વર્ષ અગાઉ સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે 25 હે.વિસ્તારમાં 1 ખેડુતોને પિયતમાં પાણીનો લાભ થાય તે માટે લાખો રૂપિયાના ખર્ચે ઉદ્વહન સિંચાઈ યોજના બનાવી હતી. જેનુ ખાતામુર્હુત કર્યુ હતુ. જેની પાઈપ લાઈન તમામ ખેડુતોના ખેતર સુધી પહોંચાડી દેવાઈ છે. કાગડોળે રાહ જોઈ રહેલા ખેડુતોના ખેતરમાં 3 વર્ષ બાદ પણ ઉદ્વહન સિંચાઈ યોજનાનુ પાણી ન આવતા યોજના ફારસરૂપ સમાન અને ખેડુતોની મજાક સમાન યોજનામાંથી ખેડુતોને સિંચાઈ પાણીનો લાભ મળશે કે કેમ તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા 3 વર્ષથી ખેડુતો દ્વારા અવાર નવાર અધિકારી તેમજ કોન્ટ્રાકટર જોડે સંપર્ક કરતા ટુંક સમયમાં પાણી પહોંચતુ થઈ જશે તેવુ આશ્ર્વાસન આપે છે. જો આ ઉદ્વહન સિંચાઈ યોજના મારફતે પાણી આપે તો શિયાળો તેમજ ઉનાળુ પાક મેળવી ખેડુત પોતાના પગ પર ઉભા થાય સિંચાઈ યોજના મારફત પાણી ન મળવાથી પાક મેળવવા નિષ્ફળ નિવડે છે. 3 વર્ષ ઉપરાંતથી બનાવેલી આ ઉદ્વહન સિંચાઈ યોજનાથી ખેડુતોને સિંચાઈ પાણીનો લાભ આપવામાં આવશે કે સિંચાઈ યોજના ફારસરૂપ સાબિત થશે.