જૂનાગઢમાં ધાર્મિક સ્થળો પર મનપા તંત્રનું ડિમોલિશન, મોડી રાત્રે ઓપરેશન પાર પાડ્યું

જૂનાગઢ,રાજ્યમાં અવારનવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના જૂનાગઢમાં બની છે. જૂનાગઢમાં ધાર્મિક સ્થળો પર મનપા તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢના મજેવડી દરવાજા પાસે આવેલી દરગાહ તોડી પાડવામાં આવી છે. આ ઉપરાંત હિન્દુ ધર્મના મંદિરોનું પણ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. જુનાગઢના તળાવ દરવાજા પાસે આવેલા જલારામ મંદિર પણ તોડી પડાયું છે. એટલુ જ નહીં રેલવે સ્ટેશન રોડ પર આવેલા રામદેવપીરનું મંદિર પણ ડિમોલિશન કરાયુ છે. જુનાગઢમાં મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનનું ઓપરેશન પાર પાડવામાં આવ્યુ છે.

બીજી તરફ આ અગાઉ જામનગરમાં ભૂમાફિયાના ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું. સયચા બંધુઓએ કરેલા દબાણો પર દબાણ હટાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ સરકારી જમીન પર તાણી બંધાયેલા બંગલાઓને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તંત્રએ બુલડોઝર ફેરવીને એક હજાર વાર જમીન દબાણ મુક્ત કરાવી હતી.