જેલી કોંગ્રેસમાં ભડકો પૂર્વ તાલુકા પંચાયત સભ્ય સહિત આગેવાનોએ સાંસદ સભ્યના હસ્તે કેસરિયો ધારણ કર્યો

સંજેલી,ગુજરાતમાં આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પક્ષ પલ્ટાની મોસમ પણ ફૂલ બહારમાં ખીલી ઉઠી છે. સંજેલી તાલુકા કોંગ્રેસમાં ચૂંટણી પૂર્વ ભંગાણ સર્જાયું છે. પૂર્વ તાલુકા પંચાયત સભ્ય સહિત કોંગ્રેસના આગેવાનોએ કોંગ્રેસને ત્યાગપત્ર આપી દાહોદ જિલ્લા ભાજપના અધ્યક્ષ, સાંસદના, ધારાસભ્યના વરદ્દહસ્તે વિધિવત રીતે ભાજપા જોડાયા હતા. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને ભાજપા દ્વારા સ્વાગત કરી આવકાર આપવામાં આવ્યો હતો.