મેષ: નવા સંબંધોમાં સ્થિરતા રહેશે. રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં પણ સારી સફળતા મળી શકે છે, પ્રયત્નશીલ રહેજો. માનસિક તણાવ અને ભ્રમના કારણે વ્યવસાયિક દૈનિક કાર્યોમાં અડચણ તથા મુસાફરીમાં અવરોધ ઉભા થઈ શકે છે. લવ લાઈફની સાથે આનંદમય સમય વિતાવી શકશો.
વૃષભ:વિદ્યાર્થીઓએ શિક્ષણ ક્ષેત્રમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સંતાનના વિવાહનો પ્રસંગ પ્રબળ થઈને ફાઈનલ થઈ શકે છે. રચનાત્મક કાર્યોમાં તમારી રૂચિ વધશે.
મિથુન: તમારી આસપાસ ખુશીભર્યો માહોલ બનાવવાનો પ્રયાસ કરજો. લવ લાઈફમાં તમારા સન્માનમાં વધારો થઈ શકે છે. સંબંધીઓ સાથે સંબંધોમાં સુધારો આવી શકે છે.
કર્ક: આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. ઘર-પરિવારના વૃદ્ધજનો સાથે ચર્ચામાં ના પડતા. તેઓની સલાહ પણ સાંભળજો, સલાહ ઉપયોગી સાબિત થઈ શકે છે.
સિંહ: વેપારમાં ભાગીદારો તથા જીવનસાથી પાસેથી પણ પૂર્ણ સહયોગ મળશે. જૂનુ દેવુ હશે તો તેમાં ઘટાડો થઈ શકે છે. માતાની સાથે કેટલાંક વૈચારિક મતભેદ થઈ શકે છે. સામાજિક કાર્ય કરવાથી સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
કન્યા: આજનો દિવસ તમારા માટે મહાપુરૂષો સાથે મેળ ખાઈ રહ્યો છે. નવા કાર્યોમાં કાયદાકીય અને તકનીકી પાસાઓ પર ગંભીરતા પૂર્વક વિચાર કર્યા પછી જ કોઈ નિર્ણય લેજો.
તુલા: આજે તમે તમારી નજીકના લોકો અને અન્ય લોકોની ભાવનાઓને ઓળખજો અને તેમના જણાવ્યા અનુસાર ચાલવાનો પ્રયાસ કરશો તો તમને આત્મસંતોષ મળશે.
વૃશ્ર્ચિક: બહેન કે ભાઈના વિવાહ સંબંધિત ચર્ચા ઘરમાં થઈ શકે છે. જૂના મિત્રો કે સંબંધીઓ અચાનક તમારી પાસે આવીને ઊભા રહી જશે. જો કોઈ તમારી પાસે ઉધાર માંગે તો ક્યારેય આપતા નહીં.
ધન: આજનો દિવસ મિક્સ ફળદાયી છે. તમે તમારી જૂની જવાબદારીઓમાંથી છૂટકારો મેળવી શકો છો. વિદ્યાર્થીઓને એકાગ્રતા સાથે કાર્ય કરવાની જરૂર પડી શકે છે.
મકર: આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. બિઝનેસ મામલે પિતા કે પછી કોઈ જાણકાર વ્યક્તિની સલા લેવાની જરૂર પડી શકે છે. દિવસના બીજા ભાગમાં મહિલા મિત્રોની સાથે સમય પસાર થઈ શકે છે.
કુંભ: વેપારની સ્થિતિઓ સારી બનતી જોવા મળશે અને તમારા હરીફને તમે પાછળ છોડી શકો છો. દિવસના બીજા ભાગમાં શુભ ખર્ચ તમારી ખ્યાતિમાં વધારો કરવાનું પરિબળ બની શકે છે. પુણ્યના કામોમાં પણ ખર્ચ થઈ શકે છે.
મીન: બચત યોજનાઓમાં રોકાણ કરવા માટે આ સારો સમય છે, પરંતુ બિનજરૂરી ખર્ચાથી સાવધાન રહેજો. તમારા પિતાના સ્વાસ્થ્યનુ સંપૂર્ણ ધ્યાન રાખજો. કોઈ અધિકારીની મદદથી સંપતિ પ્રાપ્ત થઈ શકે છે. વાણીના માધ્યમથી આજે તમારૂ સન્માન વધશે.