ફતેપુરામાં શિવકથાના પાંચમાં દિવસે પૂજય ગિરીબાપુએ મંત્રનો સાર સમજાવ્યો


ફતેપુરા,
આજે પાંચમા દિવસે ના શિવ કથામાં પૂજય ગિરીબાપુએ નારદજી મંત્ર જાપ કરતાં પહેલાં બ્રહ્માજીને કહે છે કે, મને શિવ મહાત્મ્ય જણાવો. ત્યારે બ્રહ્માએ કહ્યું હું શું કહું એમનું મહાત્મ્ય ? મને જ ખુદ ખબર જ નથી. શિવ તો આદિ અનાદી અનંતાનંત છે હું પણ એનો પાર પામી શક્યો નથી.

મસ્તક આકાશમાં પગ પાતાળમાં આખુ બ્રહ્માંડ ઉદરમાં સમાયેલું હોય એનો હું કોઈ રીતે પાર પામી શક્યો નથી.
શિવ ક્યાં નથી ? અત્ર તત્ર સર્વત્ર સમગ્ર બ્રહ્માંડનો એ પિતા છે, તને આ જે પણ કંઈ દેખાય રહ્યું છે. એજ તો એનું રૂપ છે એજ એનું મહાત્મ્ય છે.

સમગ્ર બ્રહ્માંડમાં ચરાચરમાં શિવ તત્વ વ્યાપ્ત છે .એ બધામાં સમાયેલો છે.
શ્રધ્ધા અને વિશ્ર્વાસ એજ શિવ અને શક્તિ છે, એમાં થી આ જે કંઈ છે એનું નિર્માણ થયું છે. મેં શિવને જોયા જ નથી. શિવ નું મને ખબર જ નથી. એનો કોઈ જ આકાર નથી કોઈ જ રૂપ નથી કોઈ જ રંગ ગંધ હાથ પગ આંખ કાન નાક જીભ કોઈ જ રૂપમાં નથી એતો નિર્ગુણ નિરાકાર છે.

આ ચારેય બાજુ જે પણ કંઈ દેખાય છે, એજ શિવ છે. શિવ મંદિરમાં નથી, એ તો સારી સૃષ્ટિમાં તમામ જીવો નાઇ રૂપમાં રહેલા છે.

પુજ્ય ગિરીબાપુએ નંદી વિશે સમજાવતાં કહ્યું કે, નંદી એ કોઈ આખલો કે બળદ નથી પરંતુ ઘરડો થય ગયેલો ખેડૂતનો વૃધ્ધ બળદ છે કે, જેણે આખી જિંદગી ખેડૂતને મદદ કરી અનાજ કઠોળ પુરૂં પાડવામાં પોતાની આંખી જિંદગી પુર્ણ કરી દીધી એ બળદ એને મેં મારી સામે જ રાખ્યો છે કે જેથી સૌપ્રથમ મનુષ્ય એની પુજા અર્ચના કરે.

મનની શાંતિ માટે એકાગ્ર તા માટે બાપુ એ કહ્યું કે, આપણું ચિત્ત આમતેમ ભટકે છે. તેને કાબૂમાં રાખીને શિવ ધ્યાન કરો એમાં વિશ્ર્વાસ અતુટ શ્રધ્ધા રાખો અને એને ભજો.

કોઈ કહે છે કે, મેં શિવના દર્શન કર્યા છે અને ચમત્કાર કરી બતાવે છે. એમાં અંધશ્રદ્ધામાં કોઈ પડશો નહીં. દોરા ધાગામાં લુટાઈ જશો, કોઈ જ ડાકણ-શાકણ ભુતમાં પડશો નહીં. ડાકણ-શાકણ, ભુત એતો શિવના ભક્તો છે. શિવ ઉપાસક છે, એ મળે તો કહેજો કે ૐ નમ: શિવાય…. ૐ હરહર મહાદેવ… તો તમે મિત્રો બનશો

અંતમાં કહ્યું કે, હે શંભુ ચરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. ભગવાન ભોળાનાથ તો ભોળીઓ છે. બધા બીજા દેવ-દેવીઓની પુજા-અર્ચના કરે અને કંઈક ખોટું થાય તો કોઈ જ લાભ ન મળે જ્યારે ભોળાનાથને શું જોઈએ માત્ર શુધ્ધ ભાવના જોઈએ દેશી ગૌમાતાની એક ચમચી દુધ ચઢાવતા શિવ રાજી રાજી થઈ જાય છે અને ત્યાં તમારે કશું જ માંગવું પડતું નથી. એ આપી જ દે છે, કારણ કે એને તમારી ખબર છે .
ૐ હરહર મહાદેવ ૐ નમ: શિવાય .