ધર્મશાળા ટેસ્ટમાં રોહિત શર્માએ ફટાકારી સદી, તોડ્યા અનેક રેકોર્ડ

ધર્મશાળા, ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ધર્મશાળા ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારી છે. રોહિતે મેચની પ્રથમ ઇનિંગમાં પોતાના ટેસ્ટ કરિયરની ૧૨મી સદી ફટકારી છે. તેણે ૧૫૪ બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ દરમિયાન ખેલાડીના બેટમાંથી ૧૩ ફોર અને ૩ સિક્સ પણ આવી હતી.

રોહિત શર્માની આ ૪૮મી આંતરરાષ્ટ્રીય સદી છે. આ સદી સાથે રોહિતે ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી જો રૂટ અને સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સને પાછળ છોડી દીધા છે. આ સાથે તેણે રાહુલ દ્રવિડની બરાબરી કરી લીધી છે.

રોહિત શર્માએ ધર્મશાળામાં સદી ફટકારીને જો રૂટને પાછળ ધકેલી દીધો છે, ઈંગ્લેન્ડના દિગ્ગજના નામે કુલ ૪૭ આંતરરાષ્ટ્રીય સદીઓ છે. આ સિવાય સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ એબી ડી વિલિયર્સના નામે પણ ૪૭ આંતરરાષ્ટ્રીય સદીઓ છે. આ સિવાય પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડના નામે ૪૮ આંતરરાષ્ટ્રીય સદી છે. હવે રોહિત શર્માએ પણ ૪૮ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. ખાસ વાત એ છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રોહિત શર્માનું બેટ હંમેશા સફળ રહ્યું છે. રોહિત શર્માની ઉ્ઝ્રની ૯મી સદી છે.

૨૦૨૧ પછી ભારત માટે સૌથી વધુ ટેસ્ટ સદી

૬ – રોહિત શર્મા

૪ – શુભમન ગિલ

૩- રવિન્દ્ર જાડેજા

૩ – યશસ્વી જયસ્વાલ

૩ – ૠષભ પંત

૩- કેએલ રાહુલ

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતના ઓપનર દ્વારા સૌથી વધુ ટેસ્ટ સદી

૪ – સુનીલ ગાવસ્કર

૪ – રોહિત શર્મા

૩ – વિજય મર્ચન્ટ

૩ – મુરલી વિજય

૩- કેએલ રાહુલ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી વધુ સદી

૪૯ – ડેવિડ વોર્નર

૪૫ – સચિન તેંડુલકર

૪૩ – રોહિત શર્મા

૪૨ – ક્રિસ ગેલ

૪૧ – સનથ જયસૂર્યા

૪૦ – મેથ્યુ હેડન

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ સદી

૧૦૦ – સચિન તેંડુલકર

૮૦ – વિરાટ કોહલી

૪૮ – રાહુલ દ્રવિડ

૪૮ – રોહિત શર્મા

૩૮ – વિરેન્દ્ર સેહવાગ

૩૮ – સૌરવ ગાંગુલી