અમદાવાદ, અમદાવાદ સહિત ગુજરાતભરમાં મહાશિવરાત્રિના પર્વની ધામક રીતે ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતના શિવાલયોમાં મહાદેવના નાદ સાથે કરોડો શ્રદ્ધાળુઓ શિવના દર્શન કર્યા હતાં જૂનાગઢમાં ભવનાથના મેળાનો આજે છેલ્લો દિવસ હતો અને ભવનાથ મંદિરમાં આજે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું સોમનાથ મંદિરમાં વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું હતું
દેશના પ્રથમ જ્યોતિલગ સોમનાથ મહાદેવ મંદિરમાં આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ભક્તિમાં લીન થયા હતાં. સવારે ૪ વાગ્યે ભગવાનના મંદિરના કપાટ ખૂલતાં જ ભક્તોની મંદિરમાં લાંબી ક્તાર જોવા મળી હતી. સોમનાથ મંદિરમાં આજે વિશેષરૂપે શ્રૃંગાર કરવામાં આવ્યો હતાં સવારે મહાઆરતીમાં ભાવિક ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો છે. મહામૃત્યુંજય યજ્ઞ કરવામાં આવ્યા હતાં
મહાશિવરાત્રિ નિમિત્તે સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો ભગવાન શિવના અંશ અવતાર હનુમાનજી મહારાજને વિશેષ વાઘા ધરાવી અને સિંહાસને શણગાર કરવામાં આવ્યો હતો કષ્ટભંજનદેવ દાદાને ડમરુ સાથેનો દિવ્ય શૃંગાર કરી સવારે શણગાર આરતી પણ કરવામાં આવી હતી. મહાશિવરાત્રી નિમિત્તે નિલકંઠ મહાદેવ મંદિર અને કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
અમદાવાદમાં શિવ ભક્તો દ્વારા બરફનો પર્વત બનાવવામાં આવ્યો હતો જ્યાં ભક્તો બાબા બરફાનીના દર્શન માટે ઉમટી રહ્યા હતાં અમદાવાદના ઘોડાસરમાં બરફનાં ૩૦૧ પાટમાંથી હિમાલય બનાવવામાં આવ્યો છે અને અમરનાથ ધામમાં બિરાજતા બાબા બરફાનીના દર્શન માટે લોકો ઉમટ્યા હતાં આ ઉપરાંત ચકલેશ્ર્વર મહાદેવ,નિર્ણયનગર ખાતે આવેલા રામેશ્ર્વર મહાદેવ મંદિરમાં પણ સવારથી જ ભકતોની ભીડ જોવા મળી હતી ભકતો દ્વારા શિવલીંગ પર પાણી,દુઘ,બિલીપત્ર ચઢાવતા નજરે પડી રહ્યાં હતાં