અંબાજી, શનિવાર અને રવિવારની રજા હોવાના કારણે લોકો વિવિધ યાત્રા સ્થળોએ જવાનું વિચારતા હોય છે. જો કે તમે અંબાજી દર્શન કરવા જવાનું વિચારતા હોવ અને જો પરિવાર સાથે તમે અંબાજી જવાના છો અને રોપ-વેમાં વડીલોને દર્શન કરાવવા જવાનું વિચારતા હોવ તો હાલ વિચાર કરજો કારણ કે ૬ દિવસ અંબાજી ગબ્બરની રોપ-વે સેવા બંધ રહેવાની છે.
અંબાજી ગબ્બર પર્વત પર રોપ-વે ૬ દિવસ માટે બંધ રહેશે. વાર્ષિક મેઈન્ટેનન્સની કામગીરીને લઈને રોપ-વે સેવા બંધ રાખવામાં આવશે. યાત્રાળુઓ ૧૧ માર્ચથી ૧૬ માર્ચ સુધી રોપ વે સેવાનો લાભ નહીં શકે. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગબ્બર પર્વત પર ભક્તો પગથિયા ચઢીને અખંડ જ્યોતના દર્શન કરી શકે છે. રોપ વેની વાષક સાર સંભાળ પરિપૂર્ણ થયા બાદ ફરી સેવા ચાલુ કરવામા આવશે.