કોંગે્રસ પાર્ટી જ્યાંંથી ચુંટણી લડવા કહેશે ત્યાંથી લડવાની વાત કરી.
કેન્દ્ર સરકારની નીતિઓથી નારાજ થઈ કોંગે્રસમાંં જોડાયા. ગોધરા, પંચમહાલ જીલ્લાના પૂર્વ સાસંદ પ્રભાતસિંહ ચૌહાણ ગતરોજ ફાગવેલ ખાતે કોંગે્રસની પરિવર્તન યાત્રા દરમિયાન કોંગે્રસમાં જોડાયા છે. બીજેપીના માજી સાંસદ કોંગે્રસમાં જોડાતાની સાથે ભાજપ સરકાર સામે નારાજગી વ્યકત કરી અને કોંગે્રસને મજબુત કરવા માટે કામ કરવાની વાત કરી. પંચમહાલ જીલ્લાના બીજેપીના માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ ગતરોજ ફાગવેલ ખાતે કોંગે્રસની પરિવર્તન યાત્રા દરમિયાન કોંગે્રસના નેતાઓની હાજરીમાં કોંગે્રસનો ખેસ ધારણ કર્યો છે. કોંગે્રસમાં પ્રવેશતાની સાથે માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે તીખા તેવર બનાવ્યા છે. પ્રભાતસિંહ ચૌહાણે કહ્યું કે, ” મૂછ નહીં તો કુછ નહીં ” પંચમહાલ બીજેપીના કોઈ નેતાથી નારાજગી નથી. ભારત સરકાર થી નારાજગી છે. બીજેપીના સાશનમાંં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. નલ સે જલ યોજનામાં 25 લાખ લોકોને પાણી આપ્યું છે. તેવી વાતો કરે છે પણ સાબિત કરી બતાવે એકને પણ પાણી આપ્યું નથી. ભાજપ માત્ર લોભામણા વચનો આપે છે. બજેટમાં જોગવાઈ નથી. એવા કામોના ખાતમુર્હત કરે છે. માત્ર ખાતમુર્હત કરીને વોટ પડાવવાની વાતો છે. તેનાથી આગળ પ્રભાતસિંહ ચૌહાણે પોતાના પરિવારના સભ્યો ભાજપમાં છે. તે અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, તેમની પસંદ છે. હું પરિવારનો મોભી છું પરિવાર સાથે ચર્ચા કરીશ અને તેમને પણ કોંગે્રસમાં લાવવાનો પ્રયત્ન કરીશ પ્રભાતસિંહ ચૌહાણે જણાવ્યું કે, ભાજપ માંથી કોઈની હિંમત નથી મને મનાવવા માટે મારી પાસે આવે. ચુંટણી લડવા અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, કોંગે્રસ પાર્ટી જ્યાંથી ટીકીટ આપશે. ત્યાંથી ચુંટણી લડીશ પણ મારી ઈચ્છા ગોધરા બેઠક થી લડવાની છે. કોંગે્રસ પાર્ટી મારી માતૃ સંસ્થા છે. માત્ર રાજકારણની શરૂઆત કોંગે્રસ પાર્ટીની થયેલ છે. કોંગે્રસ માંથી ટીકીટ ફાળવવામાં આવે તો ગોધરા તેમજ જીલ્લા ઓબીસી તેમજ મુસ્લીમ સમાજ સહિત અન્ય બધાજ સમાજ મારી સાથે છે અને હું બધા વર્ગનો ઉમેદવાર છું કોંગે્રસમાં જોડાતા સાથે ભાજપ સામે તીખા તેવર બતાવતા પંચમહાલ જીલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.