ઉનાળા પહેલા જ પાણીની કટોકટીનો સામનો કરી રહેલા કર્ણાટકના બેંગલુરુ શહેરમાં નવો આદેશ જારી કરવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, જો કોઈ બેંગલુરુમાં કાર ધોતો, બાગકામ, બાંધકામ, રસ્તાઓનું નિર્માણ અને જાળવણી કરતો અથવા પાણીના ફુવારાનો ઉપયોગ કરતો જોવા મળે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહી હેઠળ, આદેશનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિએ ૫,૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે.
હકીક્તમાં, પાણીની અછત હોવા છતાં, બેંગલુરુની કેટલીક હાઉસિંગ સોસાયટીઓમાં પાણીના દુરુપયોગના કિસ્સા નોંધાયા હતા. ત્યારબાદ ત્યાંના રહેવાસીઓને ૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારતી નોટિસ આપવામાં આવી હતી. જો કે હવે આ અંગે આદેશ જારી કરવામાં આવ્યો છે. કર્ણાટક વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડે પોતાના આદેશમાં ૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
તમને જણાવી દઈએ કે હાઈટેક સિટી બેંગલુરુ આ દિવસોમાં જળ સંકટનો સામનો કરી રહ્યું છે. સ્થિતિ એવી છે કે મુખ્યમંત્રી આવાસમાં પણ પાણીની તંગીનો મામલો સામે આવ્યો છે. ૫મી ફેબ્રુઆરીએ અહીં પાણીના ટેક્ધરો આવતા-જતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત લાખો લોકો પાણીના દરેક ટીપા પર નિર્ભર છે. સોસાયટીઓ અને કોલોનીઓમાં પાણીની ભારે તંગી છે. ટેક્ધરથી પાણી મંગાવવામાં આવી રહ્યું છે. આમ છતાં પાણીની તંગી પૂરી થતી નથી.
વધતી કટોકટી વચ્ચે, કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે રાજ્યભરના પાણીના ટેક્ધર માલિકોને ચેતવણી આપી છે કે જો તેઓ ૭ માર્ચની સમયમર્યાદા સુધીમાં અધિકારીઓ સાથે નોંધણી નહીં કરે તો તેમના ટેન્કરો જપ્ત કરવામાં આવશે. બ્રુહત બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશન, બેંગલુરુના મુખ્ય કાર્યાલયમાં, તેમને કહ્યું કે બેંગલુરુ શહેરમાં કુલ ૩,૫૦૦ પાણીના ટેક્ધરોમાંથી માત્ર ૧૦ ટકા એટલે કે ૨૧૯ ટેક્ધર નોંધાયા છે. જો તેઓ સમયમર્યાદા પહેલા નોંધણી નહીં કરે તો સરકાર તેમને જપ્ત કરી લેશે.
તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે બેંગલુરુમાં જળ સંકટને પહોંચી વળવા માટે ૫૫૬ કરોડ રૂપિયા ફાળવ્યા છે. ખુદ ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે આ જાણકારી આપી છે. તેમને કહ્યું, ‘બેંગલુરુ શહેરના દરેક ધારાસભ્યને પોતપોતાના મતવિસ્તારમાં પાણીની તંગીને દૂર કરવા માટે ૧૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. વધુમાં, મ્મ્સ્ઁ એ આ સમસ્યાના ઉકેલ માટે રૂ. ૧૪૮ કરોડ અને મ્ઉજીજીમ્ એ રૂ. ૧૨૮ કરોડ ફાળવ્યા છે. વાસ્તવિક સમયમાં પરિસ્થિતિ પર નજર રાખવા માટે વોર રૂમ બનાવવામાં આવ્યો છે. કર્ણાટક મિલ્ક ફેડરેશનના ખાલી દૂધના ટેક્ધરોનો ઉપયોગ બેંગલુરુમાં પાણી સંગ્રહ કરવા માટે કરવામાં આવશે. જે દૂધના ટેક્ધરો પાણી પુરવઠા માટે ઉપયોગમાં લેવાતા નથી તેનો ઉપયોગ કરવાનો અમે નિર્ણય કર્યો છે. જે ટેક્ધરો ખાલી છે તેનો ઉપયોગ કરીશું, તેને સાફ કરીને તેનો ઉપયોગ કરીશું.