ઝાલોદ તાલુકાના ટોલનાકાના મેનેજર દ્વારા સ્થાનિકોને અપશબ્દો બોલતા ટોલનાકા પર ધરણાં

દાહોદ,દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના ટોલનાકાના મેનેજર દ્વારા દાહોદની જનતા ગાંડી છે, એવા શબ્દો ઉપચારવામાં આવ્યાં હોવાના આક્ષેપો સાથે સામાજીક આગેવાન સાથી મિત્રો સાથે ટોલનાકા ખાતે ઘરણા પર બેસી જઈ ભારે વિરોધ નોંધાંવ્યો હતો.

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાનું લીમડી વરોડ ટોલનાકો જ્યાં ટોલનાકો આવતા પહેલા વાહન ચાલકોને મસ મોટા ખાડાઓનું સામનો કરવો પડતો હોય છે. જ્યારે એની ફરિયાદ ટોલનાકા પર કામ કરતા માથા ભારે કર્મીઓને કરવામાં આવે છે. ત્યારે ટોલનાકા પર કામ કરતી માથા ભારે ઈસમોની ગેંગ ભેગી થઈ ધાક ધમકીઓ આપતાં હોવાના આક્ષેપો પણ થઈ રહ્યાં છે. વાહન ચાલકોની અવાજ દબાઈ દેવામાં આવે છે તેવા આક્ષેપો સાથે ગત તા. 7મી માર્ચને ગુરૂવારના સાંજના સમયે સામાજીક આગેવાન પ્રવિણભાઈ પારગી જે પોતાની ફોર વ્હિલ ગાડી લઈ ટોલનાકા પર પહોંચ્યા ત્યારે ટોલનાકો આવતા પહેલા રસ્તાઓ પર પડેલા મસમોટા ખાડાઓની ટોલનાકા પર ઉપસ્થિત કર્મીઓને ફરિયાદ કરતા ત્યારે ઉપસ્થિત હિન્દી ભાસી અધિકારી દ્વારા હિન્દીમાં દાહોદ કી જનતા ગાંડુ હે, એવા શબ્દો કહેવામાં આવ્યાં હોવાના આક્ષેપો સાથે સામાજીક આગેવાન પ્રવિણભાઈ પારગીએ તાતકાલિક દાહોદ જીલ્લા વહીવટી તંત્રને ફરિયાદ કરી પણ કોઈ નિરાકરણ ન આવતા સામાજીક આગેવાન પ્રવીણભાઈ પારગી તેમજ સામાજીક કાર્યકર્તા શિરીષભાઈ બામણીયા પોતાના સાથી મિત્રોને સાથે રાખી આ ટોલનાકાની સમસ્યાઓ બંધ થાય અને દાહોદની જનતાને ગાંડુ સમજનાર જેતે અધિકારી સામે કાયદેશરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે સામાજીક આગેવાન એમના સાથી મિત્રોને સાથે રાખી ટોલનાકા પર ઘરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.