ગોધરા, પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના દહીકોટ ગામે આવેલા ડુંગર ફળિયામાં રહેતા નરેન્દ્રભાઈ ઉર્ફે નંદુ દીપસિંહ પટેલ નામના લિસ્ટેડ બુટલેગર સામે ગોધરા તાલુકા પોલીસમથકે વિદેશી દારૂ રાખવાના અને હેરાફેરી કરવાના ત્રણ જેટલા ગુનાઓ નોંધાયા હતાં. જેને લઇને પંચમહાલ એલસીબી પીઆઇ નરેન્દ્ર દેસાઈ દ્વારા પાસાદરખાસ્ત તૈયાર કરીને જીલ્લા કલેકટરને મોકલી હતી. જીલ્લા કલેકટર દ્વારા દરખાસ્ત મંજૂર કરતા કઈઇ પોલીસે નરેન્દ્ર ઉર્ફે નંદુ પટેલની અટકાયત કરીને ભરૂચ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યા હતા. જ્યારે ઘોઘંબા તાલુકાના શેરપૂરા ગામે રહેતા લક્ષ્મણસિંહ ઉર્ફે લખો રણછોડભાઈ પરમાર નામના ઇસમ સામે રાજગઢ અને દામાવાવ પોલીસમથકે વિદેશી દારૂ રાખવાના અને હેરાફેરી કરવાના ત્રણ ગુનાઓ નોંધાયા હતા. જેની પાસાદરખાસ્ત મંજૂર થતાં એલસીબી પોલીસે તેઓની અટકાયત કરીને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલ્યા હતા.