- મોટાભાગની દરખાસ્તો પેવર બ્લોક હોવાથી જિલ્લા કક્ષાએથી પરત કરાઇ .
બાલાસિનોર, બાલાસિનોર તાલુકા પંચાયતમાં આવેલા મનરેગા વિભાગમાંથી તાલુકાના વિવિધ ગ્રામ પંચાયતોમાંથી કરેલી વિવિધ કામોની દરખાસ્તો પૈકી 127 દરખાસ્તો રેસિયો ના જળવાતા પરત મોકલવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના અંતર્ગત સરકાર દ્વારા આ યોજનામાં ગ્રામીણ કક્ષાએ થતાં કામોમાં સ્થાનિકોને રોજગારી પૂરી પડે તે હેતુને ધ્યાનમાં રાખી આ યોજના અમલમાં મુકવામાં આવી છે. ત્યારે બાલાસિનોર તાલુકા પંચાયત મનરેગા વિભાગમાંથી વિવિધ ગ્રામ પંચાયતોની કરાયેલી 127 દરખાસ્તો પૈકી મોટાભાગની દરખાસ્તો પેવર બ્લોક હોવાથી માલસામાનનો રેસિયો વધી જતાં સ્થાનિક રોજગાર રેસિયો ઘટતા જિલ્લાકક્ષાએથી 127 દરખાસ્તો પરત મોકલવામાં આવી છે. સાથે સ્થાનિક રોજગારી વધે તે હેતુની થઈને દરખાસ્તો મોકલવામાં આવે તેવી ટકોર કરાઈ છે. આ બાબતે યોજનાના અધિકારી આશિષભાઈ રાવલે જણાવ્યું હતું કે, સાહીઠ-ચાલીસનો રેસિયો ના જળવાતા દરખાસ્તો પરત કરાઈ છે. જ્યારે લેબરના કામો બાલાસિનોરથી આવી છે.