રસ્તો ન બનતાં ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

બાલાસિનોર,\ બાલાસિનોર મામલતદાર કચેરી ખાતે ગુરૂવારે ગોવાડીલાટના રહીશો દ્વારા આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે રસ્તો બનાવો નહિ તો ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારાઇ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર બાબતે ભાથલાંના ગ્રામજનોએ આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારના અવર જવરના રસ્તા જેવા કે શંકરપુરાલાટથી ભાથલાલાટ સુધીનો રસ્તો, બાલાસિનોરથી ઓથવાડ વાયા અઈઈ કોરીનો રસ્તો, શંકરપુરાલાટથી ફેલસાણીને જોડતો રસ્તો મલકાણાથી ઠાકોરકંપા સુધીનો રસ્તો, ઠાકોરકંપાથી બાથાનાકુવા સુધીનો રસ્તો ખરાબ હાલતમાં છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ મળતું નથી જેથી કરી અમો આ ગામના રહીશો આવનાર ચુંટણી બહિષ્કાર કરવા મજબુર બન્યા હોવાનું આવેદન પત્રમાં જણાવ્યુ હતું.