23 વર્ષીય યુવક ગોવિંદ વાઘરીની પ્રેમ સંબંધમાં હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં આવ્યું બહાર.
પોલીસે યુવક ની હત્યા મામલે યુવતીના ભાઈની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી.
ગોવિંદની હત્યામાં બીજા અન્ય લોકો પણ સામેલ હોઈ શકે તેવી શક્યતાને લઈને પોલીસે આરોપીની પૂછપરછ હાથધરી. શહેરા, શહેરા પોલીસે તાલુકાના વાઘજીપૂર ગામના ઘડિયા ફળિયામાં માર્ગ પરથી 20 દિવસ પહેલા મળેલ બિનવારસી યુવકની લાશ નો ભેદ ઉકેલી કાઢયો હતો. પોલીસ તપાસમાં યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસે યુવતીના ભાઈની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી હોય ત્યારે અન્ય વ્યક્તિઓના પણ નામ ખુલી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે
શહેરા પોલીસને 20દિવસ પહેલા તાલુકાના વાઘજીપૂર ગામના ઘડિયા ફળિયાના માર્ગ પર એક ગળે ફાંસો ખાધેલી યુવાનની ઊંઘી હાલતમાં લાશ મળી આવતા પોલીસ મથકના પી.આઈ. રાહુલ રાજપુત અને પો.કો. નરેશ બારીઆ તેમજ અન્ય પોલીસ સ્ટાફ ત્યાં પહોંચી જઈને જરૂરી તપાસ હાથ ધરી હતી. 23વર્ષીય યુવકની લાશની ઓળખ નહીં થતા લાશ કોની હશે તે એક સવા પોલીસ માટે બની જવા પામ્યો હતો. પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુત દ્વારા ઝીણવટ ભરી તપાસ કરવામાં આવતા યુવકની પ્રેમ સંબંધમાં હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસને મળી આવેલી લાશ દલવાડા ગામના 23 વર્ષીય યુવક ગોવિંદ વાઘરીની હોવાનું બહાર આવા સાથે તેને દક્ષા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી તેના ભાઇ સહિત અન્ય વ્યક્તિઓએ તેની હત્યા કરી હોવાનું પોલીસ પાસેથી જાણવા મળેલ હતું. પોલીસે મરણ ગયેલ યુવક ગોવિંદ વાઘરીના હત્યારાઓને પકડી પાડવા માટેના ચક્રોગતિમાન કરતા પોલીસે મોરવા હડફ તાલુકાના બામણા ગામનો શૈલેષ શનાભાઇ માલીવાડ આ હત્યાના ગુનામાં સંડોવાયેલો હોવાથી તેની ધરપકડ કરીને પૂછપરછનો દોર શરૂ કર્યો હતો. પોલીસે પકડી પાડેલ હત્યાના આરોપી શૈલેષની પૂછપરછમાં અન્ય વ્યક્તિઓના પણ નામો ખુલી શકે તેવી શક્યતા રહેલી છે. હાલ તો પોલીસે ગોવિંદ ના હત્યાના ગુનામાં એકની ધરપકડ કરીને 302 મુજબ ગુનો નોંધીને વધુ તપાસના હાથધરી હોય ત્યારે બીજા અન્ય વ્યક્તિઓ પણ આ હત્યાના ગુનામાં સંડોવાયેલા હોઇ શકે તો નવાઈ નહી.