ધર્મશાળા,દેવદત્ત પેડિકલનું ટેસ્ટ ડેબ્યુની રાહ ધર્મશાળા ટેસ્ટમાં પૂર્ણ થઈ છે. દેવદત્ત ભારત માટે ડેબ્યુ કરનાર ૩૧૪મો ખેલાડી બની ગયો છે. તેમણે પ્લેઈંગ ઈલેવનમાં રજત પાટીદારના સ્થાને તક મળી છે. પેડિકલને અશ્ર્વિનના હાથે ટેસ્ટ કેપ મળી છે.
દેવદત્ત પડિક્કલ ડાબોડી બેટ્સમેન છે અને અત્યારે શાનદાર ફોર્મમાં છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વાત કરવામાં આવે તો તેના નામે ૩ સદી અને ૧ અડધી સદી છે.
તેના ફર્સ્ટ ક્લાસ કરિયર કુલ ૩૧ મેચની રહી છે.જેમાં તેમણે ૪૪.૫૪ની સરેરાશથી ૨૨૨૭ રન બનાવ્યા છે. આ દરમિયાન પેડિક્કલે ૬ સદી અને ૧૨ અડધી સદી ફટકારી છે.
ભારતના પ્લેઈંગ ૧૧ ખેલાડીઓ જોઈએ તો. રોહિત શર્મા કેપ્ટન, યશસ્વી જ્યસ્વાલ, શુભમન ગિલ, સરફરાજ ખાન, દેવદત્ત પેડિકલ, રવિન્દ્ર જાડેજા, અશ્ર્વિન,જસપ્રીત બુમરાહ, ધ્રુવ જુરેલ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ
દેવદત્ત પડિક્કલ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમા ડેબ્યુ કરનાર ૫મો ખેલાડી છે. આ પહેલા રજત પાટીદાર, સરફરાજ ખાન, ધ્રુવ જુરેલ અને આકાશદીપનું પણ ટેસ્ટ ડેબ્યુ આ સીરિઝમાં થયું હતુ.
ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આવું બીજી વખત જોવા મળ્યું છે. જ્યાં એક જ સીરિઝમાં ૫ ખેલાડીઓએ ડેબ્યુ કર્યું હોય. આ પહેલા ૨૦૨૦-૨૧ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જોવા મળ્યું હતુ. જ્યાં શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ, ટી નટરાજન, વોશિગ્ટન સુંદર જેવા ખેલાડીઓએ ડેબ્યુ કર્યું હતુ. આ સીરિઝમાં સીનિયર ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા યુવા ખેલાડીઓએ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતુ.