૫૦૦ કરોડના બેનામી વ્યવહારો છૂપાવવા બિલ્ડર્સે મકાન રાખ્યું: રાજકોટમાં રેડ બાદ સૌથી મોટો ખુલાસો

રાજકોટ,\રાજકોટનાં લાડાણી બિલ્ડર્સ ગ્રુપ પર આઈટીની તપાસમાં સૌથી મોટો ખુલાસો થવા પામ્યો છે. આઈટી વિભાગ દ્વારા કાળાનાણાંનો હિસાબ સામાન્ય મકાનમાં છૂપાવ્યો હતો. ઈક્ધમટેક્ષ વિભાગે ૨૭ ફેબ્રુઆરીએ લાડાણ જૂથનાં ૩૦ પરિસરો પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

રાજકોટના લાડાણી બિલ્ડર્સ ગ્રુપ આઈટીની તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. ૫૦૦ કરોડનાં કાળાનાણાનો હિસાબ સામાન્ય મકાનમાં છુપાવ્યો હતો. યુનિવસટી રોટ પર પીજીવીસીએલ ની ઓફીસ પાછળ મકાન ભાડે રાખ્યું હતું. સામાન્ય મકાનમાં ૫૦૦ કરોડનાં કાળાનાણાંનો હિસાબ મળ્યો છે. આઈટી વિભાગ દ્વારા સીસીટીવી ચેક કરતા ડેટા છુપાવ્યો હતો તે જગ્યાની માહિતી મળી હતી. ૫૦૦ કરોડના બેનામી રૂપિયાનો હિસાબ ન પકડાય તે માટે સામાન્ય મકાનમાંથી વહીવટ ચાલતો હતો. ઈક્ધમટેક્ષ વિભાગે ૨૭ ફેબ્રુઆરીએ લાડાણી જૂથનાં ૩૦ પરિસરો પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આવકવેરા વિભાગે ૫૦૦ કરોડનાં બેનામી વ્યવહારો ઝડપ્યા હતા.

આઈટી વિભાગે ટેકનોલોજીની મદદથી ૫૦૦ કરોડની ટેક્સ ચોરી પકડી હતી. આઈટી વિભાગે પોલીસની મદદથી લગભગ ૪૫૦૦ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. યુનિવસટી રોડ પર પીજીવીસીએલની ઓફીસ પાછળ આવેલા સામાન્ય મકાન જેવા વિસ્તારમાં એક રૂમમાં તપાસ કરતા આવક ચોરીના તમામ પુરાવા મળ્યા હતા. કંપનીનાં બ્લેકમનીને સાચવવાનું તથા તેને હેન્ડલ કરવાનું કામ કંપનીના એકાઉન્ટન્ટ અંક્તિ શિરા અને રાજ સિસોદિયા કરતા હતા. ત્યારે પુરાવા ન મળે તે માટે એકદમ ભંગાર હાલતમાં હોય તેવી જગ્યા પસંદ કરવામાં આવી હતી.

ઈક્ધમટેક્ષ વિભાગે ૨૭ ફેબ્રુઆરીએ લાડાણી જૂથ અને તેના નિકટના લોકોના ૩૦ પરિસરો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. રેડ દરમ્યાન ૧૦ મા માળેથે ફેંકવામાં આવેલ ફોન રિકવર કરવામાં આવ્યો છે. તેમાંથી ડેટા મેળવવા માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં અંક્તિ શિરા અને તેની પત્નિ એક સુટકેશ લઈને જતા હતા. સુટકેશનું પગેરૂ શોધતા તેમાંથી ૧.૨૫ કરોડ રૂપિયા નીકળ્યા હતા.