પંજાબ પોલીસે બબ્બર ખાલસા જૂથના ૨ આંતકવાદીઓની ધરપકડ કરી

ચંડીગઢ, પંજાબ પોલીસે બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી બે પિસ્તોલ, ૪ મેગેઝીન અને ૩૦ કારતુસ મળી આવ્યા છે.યુએપીએ અને આર્મ્સ એક્ટ હેઠળ રાજ્ય સ્પેશિયલ ઓપરેશન સેલ, અમૃતસરમાં આરોપીઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે.

આ મોડ્યુલ યુએસએ સ્થિત હરપ્રીત સિંઘ ઉર્ફે હેપ્પી પાસિયાન, આતંકવાદી હરવિન્દર સિંઘ ઉર્ફે રિંડાનો નજીકનો સાથી અને તેના સહયોગી આર્મેનિયા સ્થિત શમશેર સિંહ ઉર્ફે શેરા દ્વારા સંચાલિત હતો. પ્રાથમિક તપાસ મુજબ હેપ્પી પાસિયાન, રિંડા અને શમશેર સાથે મળીને પંજાબમાં યુવાનોને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરિત કરીને કટ્ટરપંથી બનાવવાનું કામ કરી રહ્યા હતા. પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ મુજબ હેપ્પી પાસિયાન, રિંડા અને શમશેર સાથે મળીને યુવાનોને રાજ્યમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરિત કરીને કટ્ટરપંથી બનાવવાનું કામ કરી રહ્યા હતા. પોલીસે ચાર મેગેઝીન અને ૩૦ કારતુસ સાથે બે પિસ્તોલ જપ્ત કરી છે.

નોંધનીય છે કે ભારત સરકારે ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. ગત ડિસેમ્બર મહિનામાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ જૂથના નેતા લખબીર સિંહ ઉર્ફ લાંડાને ભારત સરકારે આતંકીવાદી જાહેર કર્યો. પાકિસ્તાનથી ભારતમાં આવતા હથિયારો અને આઇઇડી ઉપકરણમાં લખબીર સિંહની સંડોવણી હોવાનું સામે આવ્યા બાદ ભારત સરકારે આ પગલું ભર્યું. ઉપરાતં લાંડા આરપીજી હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાની શંકાના આધારે પંજાબ પોલીસ અને એનઆઇએએ આ મામલે લાડા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. જણાવી દઈએ કે હાલમાં બીકેઆઇ જૂથના નેતા લખબીર સિંહ કેનેડાના આલ્બર્ટાના એડમોન્ટન વિસ્તારમાં રહેતો હોવાની સરકારને માહિતી મળી છે.જો કે લખબીર સિંહ મૂળ પંજાબના તરનાતરન જિલ્લાનો રહેવાસી છે. કથિત ગેરરીતિઓમાં બીકેઆઇ જૂથની સંડોવણી હોવાનું સામે આવતા પંજાબ પોલીસ સક્રિય થતા હાલમાં મોટી કામગીરી કરી આ જૂથના બે આંતકવાદીઓની ધરપકડ કરવા સાથે હથિયારો પણ જપ્ત કર્યા છે.