- પક્ષ અથવા તેના કાર્યકરો દ્વારા પ્રત્યક્ષ કે આડક્તરી રીતે કરવામાં આવેલા આચારસંહિતા ભંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
નવીદિલ્હી, ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે એડવાઈઝરી જારી કરી છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીને જાહેર નિવેદન આપતી વખતે વધુ સાવચેત રહેવા જણાવ્યું છે.રાહુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પનોતી જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. મામલો નવેમ્બર ૨૦૨૩નો છે. રાહુલે રાજસ્થાનના બાડમેરના બાયતુ અને ઉદયપુરના વલ્લભનગરમાં ચૂંટણી રેલીમાં કહ્યું હતું – ’પીએમ એટલે પનોતી મોદી.’આપણા છોકરાઓ વર્લ્ડ કપ જીતી રહ્યા છે, પણ તેમને હારવું પડ્યું એ અલગ વાત છે.’
આ નિવેદન બાદ ચૂંટણી પંચે તેને આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું અને તેમની પાસેથી જવાબ માગ્યો હતો. તે જ સમયે, દિલ્હી હાઈકોર્ટે ડિસેમ્બર ૨૦૨૩માં ચૂંટણી પંચને પણ કાર્યવાહી વિશે પૂછતા નોટિસ આપી હતી. રાહુલને આપવામાં આવેલી સલાહ એ જ નિર્દેશ પછી આવી છે.૨૧ ડિસેમ્બરે દિલ્હી હાઈકોર્ટે આ ટિપ્પણીઓ માટે રાહુલને આપવામાં આવેલી નોટિસ પર નિર્ણય લેવા માટે પંચને પણ કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે નવેમ્બર ૨૦૨૩માં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતા દ્વારા આપવામાં આવેલ નિવેદન યોગ્ય નથી.
ચૂંટણી પંચે ૧ માર્ચે તમામ રાજકીય પક્ષોને આદર્શ આચારસંહિતા અંગે ચેતવણી આપી છે. પંચે કહ્યું છે કે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં રાજકીય પક્ષોએ જાહેર પ્રચારમાં શિષ્ટાચાર જાળવવો જોઈએ. કમિશને એમ પણ કહ્યું હતું કે પક્ષ અથવા તેના કાર્યકરો દ્વારા પ્રત્યક્ષ કે આડક્તરી રીતે કરવામાં આવેલા આચારસંહિતા ભંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
પંચે કહ્યું- પાર્ટી કે ઉમેદવારે જાતિ, ધર્મ કે ભાષાના નામે મતદારો પાસે વોટ ન માગવો જોઈએ. તેઓએ ભક્ત અને ભગવાન વચ્ચેના સંબંધ અને તેમની ભક્તિની મજાક ન કરવી જોઈએ. કોઈપણ મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા કોઈપણ ધામક સ્થળમાં પ્રચાર ન કરો.સાથે જ જણાવ્યું હતું કે, જો આવા ઉમેદવારો કે સ્ટાર પ્રચારકો, જેમને અગાઉ નોટિસ આપવામાં આવી છે, તેઓ આ વખતે કોઈપણ સૂચનાનો અનાદર કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. લોક્સભાની સાથે આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.
૫ ફેબ્રુઆરીએ ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચારમાં કોઈપણ સ્વરૂપે બાળકોનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. પક્ષોને મોકલવામાં આવેલી એડવાઈઝરીમાં, ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બાળકોને પોસ્ટર અને પેમ્ફલેટ વહેંચવા અને સૂત્રોચ્ચાર કરવા માટે પક્ષો અને ઉમેદવારો પ્રત્યે ઝીરો ટોલરન્સ જાહેર કર્યું છે.