જૌનપુરમા ઘરેથી નીકળ્યાની થોડીક જ મિનિટોમાં ભાજપ નેતાની હત્યા

જૌનપુર, ઉત્તર પ્રદેશના જૌનપુરમાં ભાજપના જિલ્લા મંત્રી પ્રમોદ યાદવ સવારે લગભગ દસ વાગ્યે તેમની કારમાં ઘરેથી નીકળ્યા હતા. જ્યારે તે રાયબરેલી-જૌનપુર રોડ પર ગામના વળાંક પાસે પહોંચ્યો કે તરત જ એક બાઈક પર સવાર ત્રણ બદમાશોએ તેને ગોળી મારી દીધી. ઈજાગ્રસ્ત હાલતમાં તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બાદ જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે. જૌનપુર જિલ્લામાં વિવિધ સ્થળોએ ચેકિંગ ચાલી રહ્યું છે. ભાજપના નેતાને ગોળી મારનાર બદમાશોની શોધખોળ ચાલી રહી છે.

પ્રમોદ યાદવ ભાજપ ક્સિાન મોરચાના પૂર્વ જિલ્લા અધ્યક્ષ હતા. આ પહેલા ૨૦૧૨માં તેઓ ભાજપની ટિકિટ પર મલ્હાનીથી બે વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. ઘટનાની માહિતી મળતાં જ ઘટનાસ્થળે ભાજપના નેતાઓનો જમાવડો ઉમટી પડ્યો હતો. લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.

પ્રમોદ યાદવના પિતા રાજબલી યાદવની પણ વર્ષ ૧૯૮૦માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રાજબલી યાદવ જનસંઘ સાથે જોડાયેલા હતા. રાજબલી યાદવ હળવા વરસાદમાં શહેરમાંથી મિત્ર સાથે મુરકટવા આવ્યા હતા. ત્યાંથી તેઓ બાઈક છોડીને પગપાળા ઘરે જઇ રહ્યા હતા. જ્યાં પહેલેથી જ ઓચિંતો ઘેર બેઠેલા બદમાશોએ તેને ગોળી મારી દીધી હતી. તેઓ એકવાર રારી વિધાનસભાથી જનસંઘની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા.