- વડોદરા રેલ્વે મંડળના ડી.આર.એમ.ઉપસ્થિત રહ્યા.
- ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા શ્રધ્ધાળુઓને શુભેચ્છા આપી.
કાલોલ,પંચમહાલ લોકસભા વિસ્તારના શ્રધ્ધાળુઓને લઈ અયોઘ્યા જતી આસ્થા સ્પેશ્યલ ટ્રેનને આજરોજ કાલોલના ડેરોલ સ્ટેશન ખાતેથી 1200 શ્રધ્ધાળુઓને લઈ ટે્રનને રવાના કરવામાં આવી. વડોદરા રેલ્વે મંડળના ડી.આર.એમ.ઉપસ્થિત રહ્યા હતા. ગોધરા ધારાસભ્ય દ્વારા શ્રધ્ધાળુઓને શુભેચ્છા આપવામાં આવી.
અયોઘ્યામાં ભગવાન રામની નવિન મંંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ દરરોજ લાખો રામ ભકતો દર્શન માટે અયોઘ્યા જાય છે. ત્યારે પંચમહાલ લોકસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના 1200 થી વધાર રામભકતોને અયોઘ્યા દર્શન કરવા માટે આસ્થા સ્પેશ્યલ ટ્રેન કાલોલના ડેરોલ ખાતેથી રવાના થનાર હોય જેને લઈ પોલીસ દ્દશ્ય અવલોકન કરવામાં આજરોજ કાલોલના ડેરોલ રેલ્વે સ્ટેશન ખાતેથી 1200 જેટલા શ્રધ્ધાળુઓને લઈ અયોઘ્યા જતી આસ્થા સ્પેશ્યલ ટ્રેનને પશ્ર્ચિમ રેલ્વે વડોદરા રેલ્વે મંડળના ડી.આર.એમ.ની ઉપસ્થિતીમાં રવાના કરવામાં આવી હતી. અયોઘ્યા ખાતે દર્શનાર્થે જતા શ્રધ્ધાળુઓને ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. અયોઘ્યા ખાતે સ્પેશ્યલ આસ્થા ટ્રેન દ્વારા દર્શન માટે જતા શ્રધ્ધાળુઓને રેલ્વે દ્વારા તમામ વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે.