મલેકપુર, ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા શક્તિ વંદન દોડ, શક્તિ વંદન યાત્રા સહીત 4 માર્ચથી 6 માર્ચ ત્રિદિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે મહીસાગર જીલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ક્રિસ્ટલ કેમ્પસ મોટાસોનેલા ખાતે નારી શક્તિ વંદન મેરેથોન દોડ રન ફોર નેશન રન ફોર મોદી યોજાઈ હતી. જેમાં મહિલા અગ્રણીઓ સહીત નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દોડમાં વિજેતા મહિલાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા, મહિલા મોરચા જીલ્લા પ્રમુખ નિશાબેન સોની, શક્તિ વંદન કાર્યક્રમના ઇન્ચાર્જ હેમલતાબેન ભોઈ, સહ ક્ધવીનર મનુભાઈ પટેલ, હિમાંશુભાઈ શાહ, મુળજીભાઈ રાણા, સમીરભાઈ મહેતા, મહામંત્રી લીલાબેન પટેલ, મણીબેન ભમાત, પૂર્વ પાલિકા પ્રમુખ ભાવનાબેન મહેતા, અમીબેન, ભાવના બેન પટેલ, મધુબાલાબેન સહીત અગ્રણી મહિલા કાર્યકરો અને નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.