દાહોદમાં “ભારત જોડો ન્યાય યાત્રા” કાર્યક્રમ અનુસંધાને પદયાત્રા-વાહનયાત્રાને અનુલક્ષીને ડ્રોન કેમરા પર પ્રતિબંધ

દાહોદ, દાહોદ ખાતે તા.07/03/2024 થી 08/03/2024 ના રોજ રાહુલ ગાંધી, પૂર્વ અધ્યક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને લોકસભા સાંસદનાઓ “ભારત જોડો ન્યાય યાત્રા” કાર્યક્રમ અનુસંધાને પદયાત્રા-વાહનયાત્રા મારફતે પધારનાર હોઈ મહાનુભાવ ઝેડ પ્લસ સ્કેલ ઓફ સિક્યુરિટી કેટેગરી વિથ સી આર પી એફ કવર એન્ડ એ એસ એલ પ્રોટેકશન કક્ષાની સુરક્ષા કવચ ધરાવતા હોય તેઓની સલામતી માટે કાયદો અને વ્યવસ્થા જાળવણી જરૂરી બને છે.

જેને ધ્યાને રાખતાં તા.07/03/2024 ના 11:00 કલાક થી તા.08/03/2024 ના 12:00 કલાક દરમ્યાન સમગ્ર દાહોદ જીલ્લામાં ડ્રોન કેમેરા ઉડાડવા પર પ્રતિબંધ કરવા બાબતે પોલીસ અધિક્ષક દાહોદનાઓએ તા.06.03.2024ના ડ્રોન કેમેરા ઉડાવવા પર પ્રતિબંધ કરેલ છે. દાહોદ જીલ્લામાં તા.07.03.2024 થી તા.08/03/2024 સતત (બે દિવસ) સુધી ઞઅટ “નો ફ્લાય ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે. જીલ્લામાં રીમોર્ટ કંટ્રોલ સંચાલિત કેમેરા લગાવેલ ડ્રોન પર પ્રતિબંધ મુકવામાં આવે છે.

સુરક્ષા એજન્સીના રીમોર્ટ કંટ્રોલ માઇક્રો લાઇટ સીસ્ટમ આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે.

અમલવારીનો સમય અને વિસ્તાર……

આ જાહેરનામું હુકમની તારીખથી તા.07.03.2024 થી 08/03/2024 (બે દિવસ) સુધી અમલમાં રહેશે તેમજ સમગ્ર દાહોદ જીલ્લાના મહેસુલી હદ વિસ્તારમાં લાગુ પડશે.

દંડ………..

આ હુકમનો અનાદર કે ભંગ કરનાર અથવા તેમ કરવામાં મદદ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ, 19:51ની કલમ 135(1) તથા ભારતીય દંડ સંહિતા, 1860 ના પ્રકરણ-10 ની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે દાહોદ જીલ્લામાં ફરજ બજવતાં પોલીસ કોન્સટેબલથી નીચેના હોય તેવા પોલીસ અધિકારી/કર્મચારીઓને પોલીસ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે. એમ જીલ્લા કલેકટર યોગેશ નિરગુડે દ્વારા જાહેરનામામાં જણાવાયું છે.