- પેથાપુર સીએચસીને આધુનિક બનાવવામાં આવશે અને આરોગ્ય માટે આ વિસ્તારના લોકોને શહેરમાં ના જવું પડે તેવી સુવિધા આપવામાં આવશે – ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા
ઝાલોદ,ઝાલોદ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ ગામો કાળીગામ ગુર્જર,માલવાસી,મુંડાહેડા,પેથાપુર,તેતરીયા, લીમડી, થાળા અને મુણધા ગામોમાં આવેલ અને વર્ષોજૂનાં રસ્તાઓ કે જ્યાં હાલત ચોમાસા સમયે કે આકસ્મિક સમયે 108ને પહોંચવામાં મુશ્કેલી પડેલ એવા રસ્તાઓનું ખાતમુહર્ત ગુરૂવારના રોજ ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના વરદહસ્તે અંદાજીત 8 કરોડની રકમના રસ્તાઓનું ખાતમુહર્ત કરવામાં આવેલ જેમાં કાળીગામ ગુર્જર ગામે 110 લાખની રકમનું ગામથી મુખ્ય રસ્તાથી શકનાલી ફળીયા થઇ કાચલાં ફળીયા થઇ ડાંગી ફળિયાને જોડતો માર્ગ અંદાજીત 110 લાખની રકમમાં, માલવાસી ગમે ડામર રસ્તા શોભરાજ ડામોરના ઘર થઇ પ્રાથમિક શાળાને જોડતો રોડ 125 લાખના ખર્ચે તરમાંજ મુંડાહેડા ગમે રેલાવ ફાળિયાથી સાજા ક્રોસિંગને જોડતો રોડ 160 લાખના ખર્ચે તેમજ પેથાપુર ગમે મુખ્ય રસ્તાથી પણદા ફળિયાને જોડતો રોડ 85 લખન ખર્ચે તેમજ તેતરીયા ગમે કાકરાકુવા ગમે ચાકલીયા, લીમડી, કેસોમોર થી કાકારકૂવા મછાર વહોનિયા ફળિયા થી માંક્સહહાર કિશોરના ફળિયાથી કાકારકૂવા મુખ્ય રોડ સુધી માટી મેટલ ડામર રોડનું કામ 175 લાખમાં તેમજ લીમડી ક્ધટ્રક્શન ઓફ આરસીસી એન્ડ ગટર વર્ક એટ મેઈન રોડ ટુ વાલ્મીકીવાસ ટુ દરબારગઢ જોઈનીંગ રોડ એટ વિલેજ લીમડીનુ 40 લાખના ખર્ચે તેમજ થાળા લીમડીબાગમેં તળાવ ફળિયાથી લીમડી લીમખેડા સ્ટેટ હાઇવેને જોડતો રોડ 70 લાખના ખર્ચે તેમજ મુણધા-1 પાક રસ્તાથી ઉપરવાસ ફળીયા રોડ સુધી 35 લખન ખર્ચે એમ કુલ 8 રોડને 8 કરોડ જેટલી માતબર ખર્ચે રોડનું ખાતમુહર્ત કરવામાં આવેલ તેમજ સભા યોજવામાં આવેલ જેમાં ધારાસભ્ય દ્વારા ગામના વયવૃદ્ધ વડીલોનું શાલ ઓઢાવી સન્માન કરવામાં આવેલ તેમજ વડીઓના આશીર્વાદ થકીજ આ કામો કરવાની તક મળેલ એવું જણાવેલ અને તમામ ગામના નાગરિકોને જણાવેલ કે તમારા ગામની સમસ્યા જણાવો હું એ સમસ્યાનું નિરાકરણ લાવવા આ તમારો પુત્ર હરહંમેશ આપણી સાથે ખડે પગે ઉભો છે. તેમજ ધારાસભ્ય એ જણાવેલ કે પેથાપુર ગામમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રને નવું બનવા અને શહેર જેવી આરોગ્ય સુવિધા મલિ રહે તે માટે પિઠૌર સીએચસીને 5 કરોડથી વધુ રકમ મજુર કરાવી ટેન્ડર થકી વહેલી તકે નવીન આરોગ્ય ભવન બનાવવામાં આવશે તેમજ પેથાપુર ગામમાં ખેડૂત માટે સિંચાઇની સવલતના માટે ઉદ્દવહન સિંચાય યોજના થાકી કાલી 2 થી નવી ઉદ્દવહન થાકી સિંચાયનું પાણી પેથાપુર તેમજ આસપાસના ગામોને મળી રહે અને ખેડૂત 3 ફસલ લેતો થાય એવા મોદીના પ્રયત્નોને પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવેલ અને આવનારા સમયમાં બાકી રહેલ કામો પૂર્ણ કરવાની બાંહેધરી મહેશભાઈ ભુરીયા દ્વારા આપવામાં આવેલ આ કાર્યક્રમમાં જીલ્લા સભ્ય કૃષ્ણરાજ ભુરીયા, તાલુકા સભ્ય, સરપંચ, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.