શહેરા,શહેરા પોલીસ એ પ્રોહિબિશનના કેસમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી જયેશ ચૌહાણને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જોકે, આરોપી જયેશ ચૌહાણને પોલીસે ચાર મહિના બાદ પકડી પાડ્યો હતો.
શહેરા લુણાવાડા હાઇવે માર્ગ ઉપર હાંસેલાવ ચોકડી પાસેથી પોલીસે ઓક્ટોબર મહિનામાં દારૂ ભરેલ ક્ધટેનર ઝડપી પાડેલ જેમાં જયેશ ચૌહાણ નામના વ્યક્તિનું નામ ખુલવા પામ્યું હતું. જયેશ ચૌહાણ ચાર મહિના ઉપરાંત થી પોલીસ પકડથી બચવા માટે નાસતો ફરતો હતો. પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુતને આરોપી પોતાના ઘરે આવ્યો હોવાની માહિતી મળેલ હતી. જેને લઈને પોલીસ મથકમાં ફરજ બજાવતા વિપુલ જાદવ, નવગણ તેમજ મનહર સહિતનો સ્ટાફ અણીયાદ ગામના લાલસરી ફળિયા ખાતે પહોંચી જઈને વોન્ટેડ આરોપી જયેશ ચૌહાણને તેના ઘરેથી પકડી પાડયો હતો. પોલીસે 24 વર્ષીય વોન્ટેડ આરોપી જયેશ ચૌહાણને પોલીસ મથક ખાતે લાવીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી. પ્રોહિબિશનના કેસમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી જયેશ ચૌહાણ ચાર મહિના ઉપરાંત થી પોલીસથી નાસતો ફરતો હોય જોકે પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુતને મળેલી માહિતીના આધારે વોન્ટેડ આરોપી પોલીસ પકડમાં આવ્યો હતો. શહેરા પોલીસ અલગ અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે હવે એક્શન મૂડમાં હોય એમ કહીએ તો નવાઈ નહી.